નવજાત બાળકને કાટમાળમાંથી બહાર

કાટમાળ નીચે દબાયેલી મહિલાએ મૃત્યુ પહેલા બાળકીને આપ્યો જન્મ, વીડિયો જોઈને હચમચી ઉઠી દુનિયા

02/07/2023 World

SidhiKhabar

SidhiKhabar

નવજાત બાળકને કાટમાળમાંથી બહાર

તુર્કી અને પાડોશી દેશ સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ નવજાત શિશુને હાથમાં લઈને દોડી રહ્યો છે. જમીનની નીચે દટાયેલી માતાએ બાળકને જન્મ આપ્યો છે. જો કે, બાળકને જન્મ આપ્યા પછી તરત જ મહિલાનું મૃત્યુ થયું હતું.

 

રેસ્ક્યુ ટીમ કાટમાળમાંથી લોકોને કાઢવાનું કામ કરી રહી હતી. એટલામાં જ બાળકના રડવાનો અવાજ સંભળાયો. નવજાત બાળકને કાટમાળમાંથી બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યું હતું. તેના પરિવારમાંથી કોઈ બાકી છે કે નહીં તે જાણી શકાયું નથી. આ માત્ર આવો જ એક વીડિયો નથી. આવા અનેક વીડિયો અને તસવીરો છે, જેને જોઈને લોકોના દિલ હલી ઉઠ્યા છે.


 કાટમાળમાં હજુ પણ અનેક મૃતદેહો દટાયેલા છે. દરેક જગ્યાએ લોકો તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. જેઓ એક દિવસ પહેલા પોતાના પરિવાર સાથે હંસ રમતા હતા આજે તેમના પરિવાર બરબાદ થઈ ગયા છે. ચારે બાજુ મૃત્યુનો તાંડવ છે. કાટમાળમાંથી મૃતદેહો બહાર આવવાની સાથે જ મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 4365 લોકોના મોત થયા છે. તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેનું કહેવું છે કે દેશે મૃત્યુઆંક વધુ વધવા માટે તૈયાર રહેવું જોઈએ.


તુર્કી અને સીરિયાની મદદ માટે ભારત પણ આગળ આવ્યું છે. આ વિનાશક ભૂકંપને લઈને પીએમઓમાં એક બેઠક યોજાઈ હતી, ત્યારબાદ પીએમ મોદીની સૂચના પર NDRFની બે ટીમ તુર્કી જવા રવાના થઈ ગઈ છે. તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક રાખવામાં આવ્યો છે. અહીં ખરાબ હવામાનને કારણે સહાયક ટીમો માટે પણ પડકારો વધી ગયા છે.


જુઓ વિડીયો


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top