અમેરિકન નૌકાદળે ભારતને બે MH-60R હેલિકોપ્ટર સોંપ્યા, જાણો શું છે ખાસિયતો

અમેરિકન નૌકાદળે ભારતને બે MH-60R હેલિકોપ્ટર સોંપ્યા, જાણો શું છે ખાસિયતો

07/17/2021 National

SidhiKhabar

SidhiKhabar

અમેરિકન નૌકાદળે ભારતને બે MH-60R હેલિકોપ્ટર સોંપ્યા, જાણો શું છે ખાસિયતો

નવી દિલ્હી: અમેરિકાની નેવીએ (US navy) હાલમાં જ બે MH-60 R મલ્ટિ-રોલ હેલિકોપ્ટર (fighter helicopter) ઇંડિયન નેવીને (Indian navy) સોંપી દીધાં છે. ભારત-અમેરિકા સંરક્ષણ સંધિ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલું આગળ વધવાનું આ ફાઇટર હેલિકોપ્ટર એક કારણ પણ બની રહેશે. શુક્રવારે સેન ડિએગોમાં નેવલ એર સ્ટેશન નોર્થ આઇલેન્ડ પર યોજાયેલા એક કાર્યક્રમમાં હેલિકોપ્ટર યુએસ નેવી દ્વારા વિધિવત રીતે ભારતીય નૌસેનાને સોંપવામાં આવ્યું હતું.

ભારતીય નૌકાદળ લોકહિડ માર્ટિન દ્વારા ઉત્પાદિત આ 24 હેલિકોપ્ટરની ખરીદી યુ.એસ. સરકાર પાસેથી વિદેશી લશ્કરી વેચાણ હેઠળ $ 2.4 અબજ ડોલરથી કરી હોવાનો અંદાજ છે. જેમાં ખાસ યુ.એસ.માં ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ સમારોહમાં હાજરી આપી હતી. રાજદૂત સંધુએ કહ્યું કે ઓલ-વેધર મલ્ટિ-રોલ હેલિકોપ્ટરને કાફલામાં સમાવવા એ ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધમાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે, ‘ભારત-અમેરિકા મિત્રતા નવી ઊંચાઈઓ સર કરી રહી છે.’ તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દ્વિપક્ષીય સંરક્ષણ વેપાર 20 અબજ ડોલરથી વધુનો થઈ ગયો છે. સંરક્ષણ વેપાર ઉપરાંત ભારત અને અમેરિકા સંરક્ષણ ફોરાના સહ વિકાસ માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે.

સંધુએ હાલના સમયમાં સંરક્ષણ ક્ષેત્રે ભારતે લીધેલા સુધારાનો ઉલ્લેખ કર્યો, જેનાથી વિદેશી રોકાણકારો માટે નવી તકો ખુલી છે. માત્ર સેના જ નહીં પણ ભારત-અમેરિકા હાલ વેક્સિનેશન અને કોરોના મહામારી સામેની દવાઓ માટેની આપ-લે માટે પણ એક ચોક્કસ કરારો પર કામ કરી રહ્યા છે, ત્યારે એમએચ -60 આર હેલિકોપ્ટર એ એકે ખાસ ઓલ-વેધર હેલિકોપ્ટર છે, જે નવી ઉડ્ડયન તકનીકો સાથેના ઘણાબધા મિશનને પાર પાડવા સક્ષમ છે.

આ એમઆરએચનો સમાવેશ ભારતીય નેવીની ત્રિ-પરિમાણીય ક્ષમતામાં વધારો કરશે. હેલિકોપ્ટર ઘણા વિશિષ્ટ ઉપકરણો અને શસ્ત્રોથી પણ સજ્જ હશે. ભારતીય ક્રૂની પ્રથમ બેચ હાલમાં યુએસમાં તાલીમ લઇ રહી છે. સંરક્ષણ વિભાગ અનુસાર, સૂચિત વેચાણ ભારતની એન્ટિ-સપાટી અને એન્ટિ-સબમરીન યુદ્ધ ક્ષમતામાં વધારો કરશે. ભારત આ ક્ષમતાઓનો ઉપયોગ પ્રાદેશિક જોખમોનો સામનો કરવા અને તેના દેશના સંરક્ષણને મજબૂત બનાવવા માટે કરશે. યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક મુલાકાતના અઠવાડિયા અગાઉ, ભારત સરકારે ફેબ્રુઆરી 2020 માં હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી હતી.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top