પ્લાસ્ટિકના કચરા સામે સોનું જોઈએ છે? તો આ ગામનો રેશનકાર્ડ કઢાવી લો, જ્યાં પ્લાસ્ટિક સામે મળે છે

પ્લાસ્ટિકના કચરા સામે સોનું જોઈએ છે? તો આ ગામનો રેશનકાર્ડ કઢાવી લો, જ્યાં પ્લાસ્ટિક સામે મળે છે સોનાનો સિક્કો

04/05/2023 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

પ્લાસ્ટિકના કચરા સામે સોનું જોઈએ છે? તો આ ગામનો રેશનકાર્ડ કઢાવી લો, જ્યાં પ્લાસ્ટિક સામે મળે છે

Gold against Plastic : અર્થનીતિના જાણકારો માને છે કે સોનામાં કરેલું રોકાણ શ્રેષ્ઠ રોકાણ છે, જે ક્યારેય તમારા પૈસા ડૂબવા નથી દેતું. એક રીતે જોવા જોઈએ તો વિશ્વ આખાના અર્થતંત્રમાં સૌથી મહત્વની કોઈ ધાતુ જો હોય, તો એ નિ:શંકપણે સોનું જ છે. હવે આટલી કીમતી ધાતુ તમને પ્લાસ્ટીકના ઢગલાની સામે ફ્રી મળતી હોય, તો તમે એ લેવા લલચાવ કે નહિ?! તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના એક ગામના તંત્રવાહકો ખરેખર આવી સ્કીમ ચલાવે છે!


સરપંચે બહુ કોશિષ કરી જોઈ, પણ...

સરપંચે બહુ કોશિષ કરી જોઈ, પણ...

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાશ્મીરના અનંતનાગ જીલ્લામ સાદિવારા નામનું ગામ આવેલું છે. આ ગામના સરપંચે પ્લાસ્ટિક પ્રદૂષણથી પીછો છોડાવવા માટે એક અફલાતૂન આઈડિયા અમલમાં મૂક્યો છે. ગામના સરપંચ ફારુક અહમદ ગનઈ પોતાના ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ઇચ્છતા હતા, પણ એમાં લોકોનું જોઈએ એવું સમર્થન મળતું નહોતું. વ્યવસાયે વકીલ એવા ગનઈએ અનેક ઉપાયો અજમાવ્યા, તેમ છતાં લોકોમાં પ્લાસ્ટીકના દૂષણ સામે જાગૃતિ ન જ આવી! પણ એ પછી આ વકીલ સાહેબના મગજમાં એક જબરદસ્ત વિચાર આવ્યો. એમણે એ વિચાર અમલમાં મૂક્યો એ પછી આજે એ હાલત છે કે અખા ગામ અને આજુબાજુના વિસ્તારોમાં પ્લાસ્ટીકનો કચરો શોધ્યો જડતો નથી!


“પ્લાસ્ટિક આપો અને સોનું લઇ જાવ”

“પ્લાસ્ટિક આપો અને સોનું લઇ જાવ”

સરપંચ ફારુક અહમદ ગનઈએ એવી યોજના અમલમાં મૂકી, જેમાં પ્લાસ્ટિકનો કચરો ભેગો કરવાનો હતો, અને બદલામાં સોનાનો સિક્કો મેળવવાનો હતો! પહેલી નજરે આ વાત મજાક જેવી લાગી શકે છે. પરંતુ વ્યવસાયે વકીલ એવા ગનઈએ પોતાની યોજનામાં એવી શરત મૂકી હતી કે આખું ગામ ચોખ્ખું થઇ ગયું.

ગનઈની સ્કીમ મુજબ પંચાયત પાસેથી સોનાનો સિક્કો ભેટમાં મેળવવા ઇચ્છતા ગ્રામવાસીએ પૂરા 20 ક્વિન્ટલ જેટલો પ્લાસ્ટીકનો કચરો એકઠો કરીને પંચાયતમાં જમા કરાવવાનો હતો. પંચાયતની આ સ્કીમ પછી માત્ર 15 દિવસમાં ગામના લોકોએ સોનાનો સિક્કો મેળવવાની લાલચમાં આખું ગામ ચોખ્ખુંચણાક કરી નાખ્યું! હવે તો હાલત એ છે કે આજુબાજુની ગ્રામ પંચાયતોએ પણ આ સ્કીમ અમલમાં મૂકી દીધી છે.

જો તમારે પણ ફ્રી સોનું જોઈતું હોય, તો કાશ્મીરના આ ગામનો રાશનકાર્ડ કઢાવી લો. જોક્સ અપાર્ટ, દરેક ગ્રામ પંચાયતોએ પ્લાસ્ટિકનો ટનબંધી કચરો દૂર કરવા માટે આવો ક્રિએટીવ આઈડીયા અપનાવવા જેવો ખરો!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top