“વિજય દિવસ”: જો ખૂન ગીરા પરબત પર, વો ખૂન થા હિન્દુસ્તાની! જ્યારે ભારતના વીર સપૂતોના ગરમ લોહીથી

“વિજય દિવસ”: જો ખૂન ગીરા પરબત પર, વો ખૂન થા હિન્દુસ્તાની! જ્યારે ભારતના વીર સપૂતોના ગરમ લોહીથી હિમાલયનો બરફ ઝળહળી ઉઠ્યો!

07/26/2023 Specials

SidhiKhabar

SidhiKhabar

“વિજય દિવસ”: જો ખૂન ગીરા પરબત પર, વો ખૂન થા હિન્દુસ્તાની! જ્યારે ભારતના વીર સપૂતોના ગરમ લોહીથી

Kargil Vijay Divas : “આજે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ કારણ કે આપણા સૈનિકોએ 0 ડિગ્રીથી ઓછા તાપમાનમાં ઓક્સિજનની અછત હોવા છતાં તેમની બંદૂકો ક્યારેય નીચે કરી નથી. આજે કારગીલમાં ભારતનો ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે કારણ કે 1999માં ભારતના સૈનિકોએ પોતાની બહાદુરીનો પરિચય આપતાં દુશ્મનોની છાતી પર તિરંગો ફરકાવ્યો હતો.” આ શબ્દો છે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના, જે એમણે આજે “કારગીલ વિજય દિવસ” નિમિત્તે ટ્વિટ કર્યા છે.આ શબ્દોમાં આખા દેશની લાગણી પડઘાય છે.


કારગીલ યુદ્ધમાં ભારતના જવાનોનું અપ્રતિમ શૌર્ય અને પરાક્રમ

કારગીલ યુદ્ધમાં ભારતના જવાનોનું અપ્રતિમ શૌર્ય અને પરાક્રમ

1999ના કારગિલ યુદ્ધમાં ભારત અને પાકિસ્તાન એકબીજાની સામે હતા અને ભારતીય બહાદુર સૈનિકોએ કારગીલના ઉચ્ચ શિખરોને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. આ યુદ્ધમાં ઘણા સૈનિકો શહીદ થયા હતા પરંતુ કારગિલ યુદ્ધમાં ભારતને જીત અપાવી હતી. ભારતની શાનદાર જીત અને ભારતીય સૈનિકોની શહાદત ઈતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ. કારગિલની જીત અને શહીદોના બલિદાનની યાદમાં દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દેશને સ્વતંત્રતા મળી અને ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા એ પછી પાકિસ્તાન ધર્મને આધારે સતત બંને દેશની પ્રજાઓમાં ઝેર ફેલાવતું રહ્યું. જેણે પરિણામે ઇસ્લામિક આતંકવાદ વકરી ગયો. એટલું જ નહિ પણ ભારત સામે સીધા યુધ્ધમાં ઉતરવામાં ફેં ફાટતી હોવાને કારણે પાકિસ્તાને ભારતની સરહદોમાં છીંડા શોધીને ઘૂસણખોરી કરવાનો વ્યૂહ અપનાવ્યો. એ જ નીતિને અનુસરીને 1999માં પાકિસ્તાને ભારતના કારગીલ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી અને કેટલીક મહત્વની ચોકીઓ પર કબજો જમાવ્યો.

પરંતુ ભારતના વીર સૈનિકોના અપ્રતિમ શૌર્ય, પરાક્રમ અને તત્કાલીન શાસકોની રાજકીય ઇચ્છાશક્તિના જોરે ભારતે પોતાની તમામ ચોકીઓ પાછી મેળવી અને પાકિસ્તાની લશ્કરને ખદેડી દેવામાં આવ્યું!


વિશ્વના ઇતિહાસમાં સૌથી વધુ ઊંચાઈએ લડાયેલું યુદ્ધ

વિશ્વના ઇતિહાસમાં સૌથી વધુ ઊંચાઈએ લડાયેલું યુદ્ધ

સમુદ્રની સપાટીથી સેંકડો ફીટની ઊંચાઈએ, જ્યાં તાપમાન શૂન્યથી નીચે હોય અને અત્યંત પાતળી હવાને કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ હોય, એવા ક્ષેત્રમાં યુદ્ધ લડવું અત્યંત દુષ્કર ગણાય. કારગીલનું યુદ્ધ વિશ્વના ઇતિહાસમાં સૌથી વધુ ઉંચાઈએ લડાયેલું યુદ્ધ ગણાય છે. એમાંય પાકિસ્તાની સૈનિકો ટેકરીઓ પર કબજો જમાવીને બેઠા હતા, અને ગોળીઓ વરસાવતા હતા. ભારતીય સૈનિકોએ તળેટીમાંથી ઉપર ચડતા જવાનું હતું, ગોળીઓથી બચવાનું હતું, અને સામે ગોળીબાર પણ કરવાનો હતો! આવી દુષ્કર પરિસ્થિતિ છતાં ભારતના જવાનોની વીરતાને કારણે આપણે તમામ ચોકીઓ પાછી મેળવી શક્યા!

આજે ય હિમાલયના પહાડોને ભારતના એ વીર સપુતોએ વહાવેલા લોહીનો રંગ યાદ છે! “જો ખુન ગીરા પરબત પર, વો ખૂન થા હિન્દુસ્તાની!” જય ભારત, જય જવાન!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top