Video : 'વિમાન સાથે રાખ થયા યુદ્ધકેદીઓ..' આખું વિમાન ઉપરથી નીચે પડ્યું..! આટલા લોકો જીવતા સળગી

Video : 'વિમાન સાથે રાખ થયા યુદ્ધકેદીઓ..' આખું વિમાન ઉપરથી નીચે પડ્યું..! આટલા લોકો જીવતા સળગી ગયા, જુઓ ખૌફનાક વીડિયો

01/24/2024 World

SidhiKhabar

SidhiKhabar

Video : 'વિમાન સાથે રાખ થયા યુદ્ધકેદીઓ..' આખું વિમાન ઉપરથી નીચે પડ્યું..! આટલા લોકો જીવતા સળગી

રશિયાનું એક વિમાન યુક્રેનની સરહદ નજીક ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 65 લોકોના મોત થયા છે. 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈને જતું એક રશિયન હેવી-લિફ્ટ લશ્કરી પરિવહન વિમાન બેલગોરોડ ક્ષેત્રમાં ક્રેશ થયું છે. ક્રેશના વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે, IL-76 પ્લેન પાઈલટના નિયંત્રણની બહાર જતા પ્લેન ઝડપથી ઊંચેથી સીધું જમીન તરફ આવ્યું હતું.

મૃતકો હતા યુદ્ધકેદીઓ

AFP એ મોસ્કોના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે, “મોસ્કો સમય અનુસાર લગભગ સવારે 11 વાગ્યે (0800 GMT), એક IL-76 વિમાન નિયમિત ઉડાન દરમિયાન બેલગોરોડ ક્ષેત્રમાં ક્રેશ થયું હતું.” તેમાં કહેવામાં આવ્યું છે કે, “વિમાનમાં યુક્રેનિયન સૈન્યના 65 પકડાયેલા સૈનિકો હતા, જેમની તેની સાથે છ ક્રૂ સભ્યો અને ત્રણ એસ્કોર્ટ્સ હતા."

પ્લેન ક્રેશમા મોતનો ભોગ બનનાર લોકોને અપહરણ કરીને અદલા-બદલી માટે બેલગોરોડ ક્ષેત્રમાં લઈ જવામાં આવી રહ્યા હતા.પરંતુ વચ્ચે જ તેઓ મોતને ભેટ્યા હતા. પ્લેન ક્રેશનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. 

પ્લેન ક્રેશનો વીડિયો વાયરલ

આ પ્લેન ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, યાબ્લોનોવો ગામની પાસે વિમાન ઝડપથી નીચે આવી રહ્યું છે અને પછી એક પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ છે. પાઈલટે પ્લેન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. વિમાનમાં લાગેલી આગની જ્વાળાઓને વધતી જોઈને તે સંપૂર્ણપણે બળીને ખાખ થયું હોય એમ લાગી રહ્યું છે.  

રશિયાના સ્થાનિક ગવર્નર વિચેસ્લાવ ગ્લાડકોવે જણાવ્યું હતું કે, આ ઘટના કોરોચાન્સકી જિલ્લામાં બની હતી અને તે સ્થળની મુલાકાત લેશે અને તેનું નિરીક્ષણ કરશે. તપાસકર્તાઓ અને કટોકટી કર્મચારીઓ પહેલાથી જ ઘટના સ્થળે છે. જણાવી દઈએ કે, તાજેતરના મહિનાઓમાં યુક્રેનની સરહદે આવેલા બેલગોરોડ વિસ્તારમાં યુક્રેન તરફથી ઘણા હુમલા થયા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ અહીં મિસાઈલ હુમલો થયો હતો, જેમાં 25 લોકો માર્યા ગયા હતા.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top