અમેરિકામાં ભભૂકેલી હિંસા અને અશાંતિ! ૨૦૦૦ નેશનલ ગાર્ડ્સ તૈનાત કરાયા
અમેરિકામાં શરૂ કરાઈ છે ગેરકાયદેસર ઈમીગ્રંટ્સને પકડી પાડવાની કવાયત. ઈમિગ્રેશન દરોડા પાડતા લોસ એન્જલેસ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા ઈમીગ્રંટ્સ વિરુદ્ધ ફેડરલ સરકારની આ કડક કાર્યવાહી સામે હિંસક પ્રદર્શાનોએ જન્મ આપ્યો છે. જેને પહોંચી વળવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેલીફોર્નીયા નેશનલ ગાર્ડના ૨૦૦૦ ગાર્ડ્સ ને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. લોસ એંજેલેસ ના મેયર કેરેન બાસ અને કેલિફોર્નીયાના ગવર્નર ન્યૂસોમે ટ્રંપના આ નિર્ણયની ટીકા કરતાં તેના આ પગલાને અરાજકતા વધારનારું અને રાજ્યની સાર્વભૌમત્વતાનું ઉલંઘન કરનારું ગણાવ્યું હતું. પ્રદર્શનો શુક્રવારે શરૂ થયા હતાં અને શનિવાર આવતા સુધી તો વધુ ઉગ્ર બની ગયા હતાં જેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ સામસામે આવી ગયા હતાં. આ અથડામાંનોના કારણે પ્રભાવિત વિસ્તારોમાં ભય અને અસ્થિરતાનું વાતાવરણ ઊભું થયું હતું.
૬ જૂન ના રોજ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્ટોએ લોસ એન્જલેસના વિવિધ હોમ ડેપો સ્ટોર્સ, ગાર્મેન્ટ ફેક્ટરીઓ, ફેશન ડિસ્ટ્રિક્ટ, વેરહાઉસો એમ અલગ અલગ વિસ્તારોમાં દરોડાઓ પડ્યા હતાં. દરોડામાં ૧૦૦ થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઈમિગ્રેશનના આ દરોડામાં કેટલાંક કાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સનો સમાવેશ પણ થાય છે. જેને પગલે શુક્રવારે સાંજે ડાઉનટાઉન લોસ એન્જલસના ફેડરલ ડિટેન્શન સેન્ટર બહાર હજારો લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. પ્રદર્શનકારીઓએ "ICE out of L.A." અને "Free them all" જેવા નારા લગાવ્યા હતાં. આ પ્રદર્શનમાં કેટલાકે પથ્થરો, કોંક્રીટના ટુકડા અને ફટાકડા ફેંક્યા અને ફેડરલ એજન્ટોએ જવાબી કાર્યવાહીમાં ટીયર ગેસ, ફ્લેશ-બેંગ ગ્રેનેડ અને રબર બુલેટનો ઉપયોગ કર્યો હતો.
"અરાજકતા" અને "હિંસક ટોળાં" સામેના પગલાના નામે ૨૦૦૦ નેશનલ ગાર્ડ્સને લોસ એન્જેલેસમાં તૈનાત કરવામાં આવ્યા હતાં. આ માટે ટ્રમ્પે શનિવારે સાંજે એક પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતાં. આ નિર્ણય લેતી વખતે ગવર્નર ન્યૂસોમની પરવાનગી લેવામાં આવી હતી નહી. ૧૯૬૫ બાદની આ પ્રથમ ઘટના છે જ્યાં રાજ્યના ગવર્નરની પરવાનગી લીધા વગર નેશનલ ગાર્ડને ફેડરલાઈઝ કરવાનું પગલું લેવામાં આવ્યું છે. ગવર્નર ન્યૂસોમે X પર આ બાબતે પોસ્ટ કરીને ટ્રંપ ના આ પગલાને ગેરકાદેસર અને ઉશ્કેરણીજનક ગણાવ્યા હતાં. મેયર બાસે પણ સૈન્ય તૈનાતીને અરાજક ઉન્માદ ગણાવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp