ટ્રમ્પે સસ્પેન્ડ કર્યા H-1B વિઝા

ટ્રમ્પે સસ્પેન્ડ કર્યા H-1B વિઝા : સુંદર પીચાઈ સહિતના ટેકનોક્રેટ્સ દ્વારા જોરદાર વિરોધ

06/23/2020 World

SidhiKhabar

SidhiKhabar

ટ્રમ્પે સસ્પેન્ડ કર્યા H-1B વિઝા

વોશિંગ્ટન : ટ્રમ્પ સરકાર દ્વારા H-1B, H4  વિઝા આ વર્ષના અંત સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત LI વિઝા અને JI વિઝાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પ સરકારએ આ નિર્ણય અમેરિકન શ્રમિકોના હિતમાં લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.

કોરોના મહામારીની વચ્ચે અમેરિકાનો બેરોજગારી દર વધતા ટ્રમ્પે H-1B વિઝા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ સાથે જ H-1B વિઝા સાથે અન્ય વિઝા પણ સસ્પેન્ડ કરી દીધા છે. ૩૧ ડીસેમ્બર ૨૦૨૦ સુધી વિઝા પર રોક લાગવામાં આવી છે. એટલે કે જે લોકોના H-1B વિઝા એપ્રિલમાં મંજૂર થયેલા, એના ઉપર પણ રોક લાગવામાં આવશે. ટ્રમ્પની આ જાહેરાતથી અમેરિકામાં નોકરી કરવાનું વિચારનાર લગભગ અઢી લાખ લોકોને આંચકો લાગ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે “જે લોકો વર્તમાન સમયમાં આર્થિક સંકટથી પસાર થાય છે અને જે અમિરિકન કામદારોએ નોકરીઓ ગુમાવી છે તેમને મદદ કરવા માટે આ પગલાં લેવા ખૂબ જ જરૂરી હતા.” ટ્રમ્પ સરકારના આવા નિર્ણયથી અમેરિકામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. નવેમ્બર મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ પહેલા ટ્રમ્પે આવી જાહેરાત કરતા વિવિધ સંગઠનો, માનવાધિકાર સંસ્થાઓ અને અન્ય લોકોએ આ જાહેરાતનો વિરોધ કર્યો છે.   

આ સસ્પેન્શન ૨૪મી જૂનથી લાગુ થશે અને આના કારણે ઘણા ભારતીય IT પ્રોફેશનલ્સ પ્રભાવિત થશે તેવી સંભાવના છે. ટ્રમ્પની આ જાહેરાતથી પોતાના H-1B વિઝાને રીન્યુ કરાવવા માંગતા હોય તેવા ભારતીય IT પ્રોફેશનલ્સને પણ મોટી અસર થશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની કંપનીમાં કામ કરતા કામદારોને જે વિઝા મળે છે તેને H-1B વિઝા કહે છે.

H-1B વિઝા એટલે શું?

 H-1B વિઝાને નોન ઈમિગ્રેન્ટ વિઝા કહેવામાં આવે છે. અમેરિકામાં કાર્ય કરતી કંપનીઓને અમેરિકામાં જેની જરૂર હોય તેવા કુશળ કર્મચારીઓને રાખવા માટે જે વિઝા આપવામાં આવે છે તેને વિઝા H-1B વિઝા  તરીકે ઓળખવામાં આવે છે. આ વિઝાની વેલિડિટી માત્ર છ વર્ષની જ હોય છે. અમરિકિન કંપીનીઓની ડિમાન્ડના કારણે ભારતીય IT પ્રોફેશનલ્સ આ વિઝામેળવવામાં મોખરે હોય છે. ભારતીય નાગરિકો દર વર્ષે ઈશ્યુ કરેલા  85,000 H-1B વિઝામાંથી ૭૦% જેટલા વિઝા પ્રાપ્ત કરે છે. આ પ્રતિબંધો ફક્ત નવા વર્કર વિઝા પર લાગુ થશે. હાલમાં અમેરિકામાં રહેનાર ધારકોને લાગુ થશે નહિ. જે વિઝા ધારકો યુ.એસ.ની બહાર છે તેઓ યુએસ પરત ફરી શકશે નહીં.


ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ ટ્રમ્પ સરકારની આ જાહેરાતને ખોટી ગણાવી

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ ટ્રમ્પ સરકારની આ જાહેરાતને ખોટી ગણાવી

સુંદર પિચાઇએ કહ્યું કે ઈમિગ્રેશનના કારણે જ અમેરિકાને ફાયદો થાય છે, અને અમેરિકાની ઇકોનોમીને સફળતા મળી છે. આના કારણે જ તે ગ્લોબલ ટેક લીડર બન્યું છે. તેમણે કહ્યું કે “ટ્રમ્પ સરકારના આવા નિર્યણથી તે નિરાશ છે.” આ સિવાય બીજા ઘણા અમેરિકાના નેતાઓએ ટ્રમ્પની જાહેરાતને ખોટી ગણાવી છે. ડિક ડર્બિને કહ્યું હતું કે H-1B વિઝામાં સુધારો કરવાની જરૂર છે, તેને ખતમ કરવાની જરૂર નથી. ટ્વીટર પર તેમણે લખ્યું હતું કે ટ્રમ્પ સરકારે સમજવું જોઈએ કે આ વિઝા અમેરિકાની નબળાઈ નહિ તાકાત છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top