2I2U સંગઠન શું છે? ક્યાં ક્યાં દેશ આ સંગઠનમાં છે અને ભારતને કેટલો ફાયદો થશે? જાણો અહી

2I2U સંગઠન શું છે? ક્યાં ક્યાં દેશ આ સંગઠનમાં છે અને ભારતને કેટલો ફાયદો થશે? જાણો અહી

06/20/2022 World

SidhiKhabar

SidhiKhabar

2I2U સંગઠન શું છે? ક્યાં ક્યાં દેશ આ સંગઠનમાં છે અને ભારતને કેટલો ફાયદો થશે? જાણો અહી

વર્લ્ડ ડેસ્ક : આઇટુયુટુ ચાર દેશનું એક નવું આતંરરાષ્ટ્રીય સંગઠન છે. તેમાં જે બે આઇ છે એ ઇન્ડિયા અને ઇઝરાયલના છે અને બે યુ છે એ યુએસએ અને યુએઇના છે. ચારેય દેશ સાથે મળીને શાંતિ, સુરક્ષા અને વેપાર વિકાસ માટે કામ કરવાના છે. નવા સંગઠન પાછળ ચારેયની ઘણી બધી ગણતરીઓ છે!

ક્વાડ પછી ચીનને ઘેરવા માટે આ બીજા સંગઠનની રચના કરવામાં આવી છે એવું કહીએ તો જરાયે વધુ પડતું નથી. ભારત અને અમેરિકા સાથે મળીને ચીનને ઘેરી રહ્યા છે. રશિયા અને યૂક્રેનના કારણ જે સ્થિતિ પેદા થઇ છે તેનો પડકાર પણ બધાએ સાથે મળીને ઝીલવાનો છે.


શું છે 2I2U?

શું છે 2I2U?

ભારત, અમેરિકા, ઇઝરાયલ અને યુનાઇટેડ આરબ અમિરાતે સાથે મળીને આઇટુયુટુ નામનું નવું સંગઠન બનાવ્યું છે. ઇન્ડિયા અને ઇઝરાયલના આઇને લઇને આઇટુ થયું છે અને યુએસએ અને યુએઇને લઇને યુટુ થયું છે. અગાઉના સમયમાં જુદા જુદા દેશો એકલા હાથે પોતાના હરીફ, પ્રતિસ્પર્ધી કે દુશ્મન સામે લડતા હતા. નાના દેશો પર મોટા દેશોની દાદાગીરી કરતા એટલે ગ્રૂપિઝમ શરૂ થયું હતું. સમયની જરૂરિયાતો મુજબ નવા નવા સંગઠનો રચાતા રહ્યા છે. અત્યારે અમેરિકા અને તેના મિત્ર દેશોનો મુખ્ય ટાર્ગેટ ચીન અને રશિયા છે. આપણો દેશ સ્ટ્રેટેજિક અને પારંપારિક રીતે વર્તી રહ્યો છે. આપણે અમેરિકાની સાથે છીએ પણ રશિયાની વિરૂદ્ધમાં નથી. ચીન સાથે છેલ્લા બે વર્ષથી પંગો ચાલે છે. ઇઝરાયલ આપણું જૂનું અને નિવડેલું મિત્ર છે. યુએઇ સાથે પણ આપણા સંબંધો ખૂબ જ સારા છે. આઇટુયુટુમાં જે ચાર દેશો છે એ લાઇક માઇન્ડેડ છે અને દરેકના પડકારો ઓલમોસ્ટ સરખા છે. નવા સંગઠનનું નામ પડ્યું કે તરત જ ચીનના ભવાં ઊંચા થઇ ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નાનું અમથું પણ કંઇ થાય કે તરત જ ચીનને એમાં કાવતરું દેખાવા લાગે છે. અમેરિકા અને ભારત એવું કહેતા રહ્યા છે કે, તમારી સામે અમને વાંધો છે પણ અમારી દોસ્તીના કારણો બીજા પણ છે. તમે અમને દોષ આપો છો તો સામા પક્ષે એ પણ વિચારો કે, તમે શું કરો છો? ચીન પણ પાકિસ્તાન, તુર્કી, રશિયા અને બીજા દેશો સાથે મળીને જૂથો બનાવે છે. ચીન તો કોઇ નાનો દેશ તેનું ન માને તો ડરાવવાના ધંધા પણ કરે છે.


ઈઝરાયલમાં શરૂઆત કરવામાં આવી હતી.

ઈઝરાયલમાં શરૂઆત કરવામાં આવી હતી.

ઇઝરાયલમાં ગયા વર્ષે ઓકટોબર 2021માં ઇન્ટરનેશનલ ફોરમ ફોર ઇકોનોમિક કોઓપરેશન નામે ચાર દેશોની એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારત, અમેરિકા, ઇઝરાયલ અને યુએઇના વિદેશ પ્રધાનોએ હાજરી આપી હતી. આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ બેઠકમાં ભાગ લઇ સાથે મળીને અનેક કામો કરવાનો વિચાર રજૂ કર્યો હતો. એ વખતે જ આઇટુયુટુનું પિંડ બની ગયું હતું. આવતા મહિને અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડેન સાઉદી અરેબિયા અને ઇઝરાયલની મુલાકાતે જવાના છે. બાઇડેને સાથોસાથ આઇટુયુટુની વર્ચ્યુઅલ બેઠક પણ યોજવાના છે. બાઇડેનની સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટ અને યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ બેઠકમાં જોડાવવાના છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું સંગઠન ક્વાડ તો અત્યારે જબરજસ્ત કામ કરી જ રહ્યું છે ત્યારે આ નવા સંગઠન આઇટુયુટુને દક્ષિણ એશિયાના નવા ક્વાડ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. અમેરિકાએ ગયા વર્ષે જ બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ઓક્સ નામનું સંગઠન બનાવ્યું છે. અમેરિકાની ગણતરી તો દુનિયાના લોકશાહી દેશોનું પણ એક સંગઠન બનાવવાની છે. અમેરિકાએ ગયા વર્ષે જ 100થી વધુ લોકશાહી દેશની એક ઓનલાઇન કોન્ફરન્સ યોજી હતી. અલબત્ત, લોકશાહી દેશોનું સંગઠન બનાવવામાં થોડાક પ્રોબ્લેમ થાય એવું છે. અમુક લોકશાહી દેશો ચીન અને રશિયાની સાથે છે, બીજી રીતે કહીએ તો અમેરિકાની વિરૂદ્ધમાં છે. અમેરિકા લોકશાહીની વાત કરીને સામ્યવાદી ચીન અને રશિયાને પાઠ ભણાવવા માંગે છે. અમેરિકા દુનિયાની સૌથી જૂની લોકશાહી છે અને ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, બંને સાથે છે અને બધા જ લોકશાહી દેશોને એક અમ્બ્રેલા નીચે લાવવા ઇચ્છે છે. એનો મેળ તો જ્યારે પડે ત્યારે પણ અત્યારે અમેરિકા નાના નાના સંગઠનો બનાવીને પોતાના હરીફોને કાબુમાં રાખવાના પ્રયાસો કરે છે.


ધ અબ્રાહમ એકોર્ડ સમજૂતી બની કારણભૂત.

ધ અબ્રાહમ એકોર્ડ સમજૂતી બની કારણભૂત.

ઇઝરાયલ અને મુસ્લિમ દેશો વચ્ચેની દુશ્મની જગજાહેર છે. ઇરાન, તુર્કી સહિત અનેક દેશો ઇઝરાયલ સાથે ખાંડા ખખડાવી રહ્યા છે. આ દરમિયાનમાં અમેરિકાના પ્રયાસોથી એક નોંધપાત્ર ઘટના બની. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે સપ્ટેમ્બર 2020માં ઇઝરાયલ, યુએઇ અને બહેરીન વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી થઇ. ધ અબ્રાહમ એકોર્ડ નામની આ સમજૂતીએ સંબંધોના ઘણા પરિબળો બદલી નાખ્યા હતા. આ સમજૂતી પછી સાઉદી અરેબિયા અને બીજા દેશો પણ ઇઝરાયલની નજીક જાય એવી શક્યતાઓ ઉભી થઇ હતી પણ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના સંઘર્ષના કારણે બધું અટકી ગયું હતું. બાઇડેન સાઉદી અરેબિયાની મુલાકાતે જઇ રહ્યા છે ત્યારે આ મુદ્દે નવેસરથી વાતચીત થાય તો એમાં નવાઇ પામવા જેવું નહીં હોય. અમેરિકા અને સાઉદી અરેબિયા બંનેનો એક કોમન દુશ્મન છે અને એ છે ઇરાન. યુએઇમાં પણ ઇરાન ઉધામા મચાવતું રહે છે. ઇરાન પોતાના નિશાન સાધવા માટે યમનના હૂતી લડાકુઓનો ઉપયોગ કરે છે. હૂતીઓએ જ આ વર્ષની શરૂઆતમાં યુએઇના અબુધાબીમાં હુમલાઓ કરાવ્યા હતા. સાઉદી અરેબિયા પર પણ હૂતી લડાકુઓ હુમલા કરતા રહે છે. ઇઝરાયલ યુએઇની નજીક આવ્યા એના કારણે ઇરાન વધુ બગડ્યું છે.


ભારત ની તાકાત બનશે ચીન સામે.

ભારત ની તાકાત બનશે ચીન સામે.

આપણા દેશને નવા સંગઠનથી મોટો ફાયદો થવાનો છે. તેની સાથે ઇઝરાયલ, યુએઇ અને અમેરિકાને પણ કંઇ ઓછો ફાયદો થવાનો નથી. ભારત એ ત્રણેય દેશ માટે મોટું માર્કેટ છે. આપણા દેશની બીજી સૌથી મોટી ખૂબી એ છે કે, ચીન અને પાકિસ્તાનને બાદ કરતા કોઇ દેશ સાથે આપણને દુશ્મની નથી. જે દેશો અંદરોઅંદર લડે છે એની સાથે પણ આપણે તો દોસ્તી જ છે. રશિયાએ યૂક્રેન સાથે યુદ્ધ છેડ્યું એ પછી પણ આપણે રશિયા સાથે સારા સંબંધો જ રાખ્યા છે. રશિયા ભારતને રિઝનેબલ ભાવે ઓઇલ સપ્લાય કરે છે એના કારણે ભારતને મોટી રાહત થઇ છે. ઇરાન સાથે પણ આપણા ટર્મ્સ સારા જ છે. આપણે અમેરિકાને કહી દીધું છે કે, તમારી સાથેની દોસ્તી સાચી પણ તમારા કારણે અમે કોઇની સાથે દુશ્મની કરવાના નથી! આપણા દેશે દુનિયાના દેશો સાથે આગળ વધવું પડે એમ છે કારણે કે આપણા બે પડોશી ચીન અને પાકિસ્તાનનો કોઇ ભરોસો નથી. કૂટનીતિમાં આપણો દેશ પાવરધો છે. આપણા દેશે એ તાકાત મેળવી લીધી છે કે, કોઇ દેશ ભારતને ઇગ્નોર કરી ન શકે. અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો જમાવી લીધો એ પછી ચીન અને પાકિસ્તાને ખૂબ ઉછાળા માર્યા હતા અને ભારતને ફટકો પડ્યો એવી ખૂબ વાતો થઇ હતી. આપણા દેશે ત્યાં પણ કૂટનીતિ વાપરીને ઘણું બધું સરખું કરી લીધું છે. હવે આગામી સમયમાં આઇટુયુટુમાં પણ ભારતની ભૂમિકા મહત્ત્વની સાબિત થવાની છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top