Atiq Ahmed : અતિક અહેમદ ઠાર મરાયો એ પછી કટ્ટર હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડીયાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે...
Atiq Ahmed case : ઉત્તર પ્રદેશમાં અતિક અહેમદની હત્યાના મામલે એકબાજુ વિવિધ રાજકીય પાર્ટીના નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ AHP (આંતરાષ્ટ્રીય હિન્દૂ પરીષદ) નેતા પ્રવીણ તોગડીયાએ આ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપી છે. તોગડીયાની છાપ હંમેશથી એક અત્યંત કટ્ટરવાદી હિન્ડુ નેતા તરીકેની રહી છે. આતંકવાદ અને ધાર્મિક કટ્ટરવાદ જેવા મુદ્દે તેઓ બેબાક બોલતા આવ્યા છે. એમનું હાલનું નિવેદન પણ એમની આવી છબિને અનુરૂપ જ છે.
AHP (આંતરાષ્ટ્રીય હિન્દૂ પરીષદ) નેતા પ્રવીણ તોગડિયાએ આપતા નિવેદનમાં જણાવ્યું કે 'માફિયા રાજની સમાપ્તિ થવી જોઈએ. આ કેસ મામલે તપાસ થઇ રહી છે. દેશના કોઈ ગામમાં કે શહેરમાં હવે ઓરંગઝેબ પૈદા નહિ થવો જોઈએ. હવે ઓરંગઝેબનો સમય આ દેશમાં નથી.'
અહીં નોંધનીય છે કે ઔરંગઝેબની છાપ એક હિંદુ પ્રજાના વિરોધી શાસક તરીકેની રહી છે. હિંદુ પ્રજાને ધાર્મિક કારણોસર પ્રતાડિત કરવાના આરોપો ઔરંગઝેબ પર લાગતા રહ્યા છે. અતિક અહેમદનું માફિયા સામ્રાજ્ય ચરમસીમાએ હતું ત્યારે એણે અને એના પરિવારે પણ સામાન્ય લોકોને હેરાન કરવામાં કંઈ બાકી છોડ્યું નહોતું. માત્ર હિંદુ જ નહિ પણ અનેક મુસ્લિમ પરિવારો પણ અતિક અને એના પરિવારની માફીયાગીરીનો ભોગ બન્યા છે. પણ તેમ છતાં અતિક અહેમદ મુસ્લિમોના મસીહા તરીકે પૂજાતો રહ્યો અને પોલિટિકલ માઈલેજ મેળવતો રહ્યો.
ઓવૈસીએ કડક શબ્દોમાં કહ્યું હતું કે, 'હું શરૂઆતથી જ કહેતો હતો કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર કાયદા પ્રમાણે નહીં પરંતુ બંદૂકના જોરે ચાલી રહી છે. આનાથી લોકોનો બંધારણમાં વિશ્વાસ ઓછો થશે. આ ઘટનાની નિંદા કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી.' વધુમાં ઓવૈસીએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે,'તમે ગોળી મારીને ધાર્મિક નારા કેમ લગાવી રહ્યા છો? તેઓને આતંકવાદી નહી કહો તો શું દેશભક્ત કહેશો? શું તેઓ (ભાજપ) હુમલાખોરોને ફૂલોના હાર પહેરાવશે? જે લોકો એન્કાઉન્ટરની ઉજવણી કરી રહ્યા છે તેઓ શરમથી ડૂબી મરે.'
વાસ્તવમાં હુમલાખોરોએ જય શ્રી રામના નારા લગાવ્યા અને અતીક અહેમદ અને અશરફને એક પછી એક ગોળી મારીને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ કબુલ કર્યું કે અતીક અને અશરફ અમારા નિર્દોષ ભાઈઓની હત્યા કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓ કહ્યું કે 'અમે ધર્મનું કામ કર્યું છે. અન્યાયનો અંત આવ્યો. અમને કોઈ દુઃખ નથી. ભલે અમને ફાંસી આપવામાં આવે. અમે અમારું કામ કર્યું છે.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp