નવી મહામારીના એંધાણ! ચીનની અંદર બાળકોમાં ફેલાઈ રહી છે રહસ્યમય બીમારી, WHOએ..
કોરોનાનો કહેર જોવા મળ્યા બાદ લોકો મહામારીના નામથી પણ ડરવા લાગ્યા છે. એવામાં વધુ એક મહામારીનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ બીમારી ફેલાવાની શરૂઆત પણ કોરોનાની જેમ ચીનથી જ થઈ રહી છે. ચીનની ઘણી હૉસ્પિટલોમાં આ રહસ્યમય બીમારીના દર્દી જોવા મળ્યા છે, જે તેજીથી વધતાં જઈ રહ્યા છે. તેના પર રિપોર્ટ્સ આવ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ચિંતા પણ વધી ગઈ છે. WHOએ આ રહસ્યમય બીમારી બાબતે વધુ જાણકારી માંગી છે. આ બીમારી ખાસ કરીને શાળાના બાળકોમાં જોવા મળી રહી છે.
ચીન સહિત દુનિયાના ઘણા દેશો અત્યારે પણ કોરોનાથી બહાર આવી શક્યા નથી. એવામાં હવે લોકોને એ સમય યાદ આવવા લાગ્યો છે, જ્યારે કોરોનાના શરૂઆતી સમયમાં હતો. આમ તો આ મહામારીને ન્યૂમોનિયા સાથે હળતો-મળતી બતાવવામાં આવી રહી છે, પરંતુ તેના કેટલાક લક્ષણ ન્યૂમોનિયાથી અલગ છે. તેની ઝપેટમાં આવતા બાળકોના ફેફસામાં સોજો જોવા મળી રહ્યો છે. તો તેમને સખત તાવ સાથે ખાંસી, ફ્લૂ અને શ્વાસ લેવામાં પરેશાની જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
⚠️UNDIAGNOSED PNEUMONIA OUTBREAK—An emerging large outbreak of pneumonia in China, with pediatric hospitals in Beijing, Liaoning overwhelmed with sick children, & many schools suspended. Beijing Children's Hospital overflowing. 🧵on what we know so far:pic.twitter.com/hmgsQO4NEZ — Eric Feigl-Ding (@DrEricDing) November 22, 2023
⚠️UNDIAGNOSED PNEUMONIA OUTBREAK—An emerging large outbreak of pneumonia in China, with pediatric hospitals in Beijing, Liaoning overwhelmed with sick children, & many schools suspended. Beijing Children's Hospital overflowing. 🧵on what we know so far:pic.twitter.com/hmgsQO4NEZ
રહસ્યમય ન્યૂમોનિયા સાથે જોડાયેલા મોટા ભાગના દર્દી ચીનના ઉત્તર-પૂર્વી બીજિંગ અને લિયાઓનિંગની હૉસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે. સ્થિત એટલી વધારે ખરાબ છે કે સંસાધનો પર ખૂબ દબાવ પડવા લાગ્યો છે. બીમારીનો પ્રકોપ એટલો વધુ છે કે સરકારે અહીં શાળા બંધ કરવાની તૈયાયરી કરી લીધી છે. આ બીમારીને લઈને એક ઓપન એક્સેસ દેખરેખ પ્રોમેડ એલર્ટે દુનિયાભરમાં ચેતવણી જાહેર કરી છે. આ મંચ પર આખી દુનિયામાં માણસ અને પ્રાણીઓમાં થનારી બીમારીઓ પર નજર બનાવી રાખે છે. ચીનમાં સામે આવેલા રહસ્યમય ન્યૂમોનિયા બાબતે ચેતવણી આપતા આ સંસ્થાએ કહ્યું કે આ બીમારીનો પ્રકોપ ખાસ કરીને બાળકો પર જ જોવા મળી રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp