આવતા અઠવાડિયે દુનિયાભરમાં કોરોનાના એક કરોડ કેસ થઇ જશે: WHO

આવતા અઠવાડિયે દુનિયાભરમાં કોરોનાના એક કરોડ કેસ થઇ જશે: WHO

06/26/2020 World

SidhiKhabar

SidhiKhabar

આવતા અઠવાડિયે દુનિયાભરમાં કોરોનાના એક કરોડ કેસ થઇ જશે: WHO

જીનીવા: વિશ્વ આરીગ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ ઘ્રેબેસિયસે બુધવારે કહ્યું હતું કે દુનિયાભરમાં કોરોના વાયરસના હાલમાં ૯૩ લાખ કેસ છે, જે આવતા અઠવાડિયા સુધી વધીને ૧૦ મિલિયન એટલે કે એક કરોડ સુધી પહોંચી જશે. તેમજ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં અત્યાર સુધી ૪,૮૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે.

ટ્રેડોસે એક ન્યુઝ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણ ઉપર રોક લગાવવા ઉપર વાર્ષિક હજયાત્રા ઉપર પ્રતિબંધ લગાવવા બદલ સાઉદી અરબના નિર્ણયનું સમર્થન કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે WHO હવે એવા ઘણાં દેશોની મદદ કરી રહ્યું છે જેમને ઓક્સિજન કન્સેન્ટ્રેટર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે કહ્યું હતું કે કોરોનાની વેક્સિન અને દવાઓ બનાવવા માટે સંશોધન ચાલુ છે, જે સારી બાબત છે. પરંતુ આપણે આ રોગના સંક્રમણને અટકાવી શકાય અને દુનિયાભરના લોકોને બચાવી શકાય એ માટે પણ વિચાર કારવો જોઈએ.

WHOના આપાત કાર્યક્રમોના પ્રમુખ ડૉ માઈક રયાને કહ્યું હતું કે અમેરિકાના ઘણાં પ્રદેશોમાં હજુ રોગચાળો ચરમસીમાએ પહોંચ્યો નથી, આવતા અઠવાડિયામાં મધ્ય અને દક્ષિણ અમેરિકામાં કેસ વધવાની સંભાવના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top