દેવઉઠી અગિયારસ પર પત્નીએ કરાવ્યા પતિના બીજા લગ્ન,કારણ જાણીને ચોંકી જશો

દેવઉઠી અગિયારસ પર પત્નીએ કરાવ્યા પતિના બીજા લગ્ન, કારણ જાણીને ચોંકી જશો

11/25/2023 National

SidhiKhabar

SidhiKhabar

દેવઉઠી અગિયારસ પર પત્નીએ કરાવ્યા પતિના બીજા લગ્ન,કારણ જાણીને ચોંકી જશો

પતિ-પત્નીના જીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિ આવે તો ઘણા સંબંધ તૂટી જાય છે. તો મધ્ય પ્રદેશ જિલ્લામાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીની એક મહિલાએ પોતાના પતિના બીજા લગ્ન કરાવી દીધા છે. આ લગ્ન ઉજ્જૈન શહેરના એક મંદિરમાં દેવઉઠી અગિયારસ પર થયા છે. હવે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. બીજા લગ્ન દરમિયાન પરિવારના લોકો પણ ઉપસ્થિત હતા. દેવઉઠી અગિયારસના દિવસે ઉજ્જૈન જિલ્લામાં એક અનોખી ઘટના જોવા મળી. અહી બીમારીના કારણે એક મહિલા માતા બની શકે તેમ નહોતી. તેના લગ્ન 6 વર્ષ અગાઉ થયા હતા. એવામાં પરિવારજનો સાથે વાત કરીને પતિના બીજા લગ્ન કરાવવાનો નિર્ણય લીધો.


પહેલી પત્નીને છે હૃદય સંબંધિત બીમારી:

પહેલી પત્નીને છે હૃદય સંબંધિત બીમારી:

આ ઘટના ઉજ્જૈન જિલ્લાના નાગડ જિલ્લાના રૂણિજાની છે, જ્યાં સ્થિત માતા ચામુંડા ધામ ગજની ખેડી માતા મંદિરમાં આ અનોખા લગ્ન થયા. બીજી વખત વર બનેલા અર્જૂન વર્મા જે રતલામના ઇટાવા ખુર્દનો રહેવાસી છે, લગભગ 6 વર્ષ અગાઉ કોમલ સાથે તેના લગ્ન થયા હતા. કોમલને હૃદયની બીમારી હોવાના કારણે ઓપરેશન કરાવવામાં આવ્યું, જેમાં ખબર પડી કે તે માતા નહીં બની શકે. કોમલ ઇચ્છતી હતી કે તેના પરિવારમાં નવો સભ્ય આવે અને વંશ વૃદ્ધિ થાય. તે કોઈ પહેલ કરતી, એ અગાઉ તેની પોતાની માતા શગૂન બાઈ અને પરિવારના અન્ય સભ્યોને સમજાવ્યા કે બીમારીના કારણે તે માતા નહીં બની શકે એટલે પતિના બીજા લગ્ન કરાવવા માગે છે. મહત્ત્વની વાત એ છે કે લગ્નમાં પતિ સાથે કોમલ પણ ઉપસ્થિત હતી. તેણે પોતાની આંખો સામે પતિના હાથે ચંચલના ગળામાં માળા પહેરાવડાવી અને ચંચલના હાથે અર્જૂનના ગળામાં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top