શું ભારત અને અફઘાનિસ્તાનના સહારે સેમીફાઇનલમાં પહોંચી જશે પાકિસ્તાન? જાણો!
વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 31 મેચ થઈ ચુકી છે પરંતુ સેમીફાઈલન માટે અત્યાર સુઝી એક પણ ટીમ ફાઈનલ નથી થઈ. ભારત, સાઉથ આફ્રીકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો દાવો મજબૂત છે. આ ચારે ટીમો ટોપ-4માં શામેલ છે પરંતુ તેમાંથી કોઈ ટીમની જગ્યા અત્યાર સુધી સેમીફાઈનલમાં પાક્કી નથી થઈ. આ વચ્ચે પાકિસ્તાને પણ બાંગ્લાદેશને હરાવીને પોતાની સેમીફાઈનલમાં જવાની આશાને અમર કરી દીધી છે. બાબર આઝમની સેના હજુ પણ ભારત અને અફઘાનિસ્તાનના સહારે સેમીફાઈનલમાં પહોંચી શકે છે.
બાંગ્લાદેશના સામે પાકિસ્તાને વર્લ્ડ કપ 2023ની પોતાની ત્રીજી જીત નોંધાવી દીધી છે. તેની સાથે જ બાબર આઝમની સેનાએ 4 મેચથી હારના સિલસિલાને તોડ્યો છે. આ જીતની સાથે જ પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનને નીચે ઘકેલીને પાંચમાં સ્થાન પર આવી ગઈ. હવે પાકિસ્તાનની 7 મેચમાં 6 પોઈન્ટ છે. અફઘાનિસ્તાનના પણ 6 મેચમાં આટલા જ પોઈન્ટ છે. પરંતુ નેટ રનરેટમાં સારા હોવાના કારણે પાકિસ્તાન 5માં સ્થાન પર છે. પાકિસ્તાનને પોતાની બાકી બે મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના સામે રમવાની છે અને જો તેને સેમિફાઈનલમાં પહોંચવું છે તો પછી આ બન્ને મેચ જીતવી પડશે.
ભારત અને અફઘાનિસ્તાન બન્ને પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચાડવાનો રસ્તો ખોલી શકે છે. ટીમ ઈન્ડિયાની ગુરૂવારે શ્રીલંકા સાથે મેચ છે. જો ભારત આ મેચ જીતી જશે તો શ્રીલંકા વિશ્વ કપથી બહાર થઈ જશે કારણ કે તેની 7 મેચથી 4 નંબર જ રહેશે અને બાકી બન્ને મેચ જીતીને તે વધારેમાં વધારે 10 પોઈન્ટ સુધી જ પહોંચી શકે છે. શ્રીલંકાના હારવાથી પાકિસ્તાનની હારનો એક અવરોધ ઓછો થઈ જશે. ત્યાર બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનની મેચ પર પણ નજર રાખવી પડશે. અફઘાનિસ્તાની હજુ ત્રણ મેચ બાકી છે તેને નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકાના સામે રમવાનું છે. જો અફઘાનિસ્તાન આ ત્રણ મેચને જીતી લેશે તો પાકિસ્તાન પોતાની બે મેચ જીતીને સેમીફાઈનલમાં નહીં પહોંચી શકે કારણ કે પાકિસ્તાનના વધારેમાં વધારે 10 અંક થશે જ્યારે અફઘાનિસ્તાનના 12 અંક થશે.
પાકિસ્તાનના સેમીફાઈનલનો રસ્તે ત્યારે સરળ બનશે જ્યારે તે ન્યૂઝીલેન્ડ અને ઈગ્લેન્ડ સામેની પોતાની બન્ને મેચજીતે અને અફઘાનિસ્તાન પોતાની ત્રણમાંથી 1 જ મેચમાં જીત નોંધાવે. તેનાથી અફઘાનિસ્તાન 8 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે અને જો અફઘાનિસ્તાન બે મેચ જીતશે તો તેને 10 પોઈન્ટ થશે અને પાકિસ્તાન પણ પોતાની બે મેચ જીતીને 10 પોઈન્ટ પર આવી જશે. એવામાં નેટ રનરેટના હિસાબથી નિર્ણય થશે. તેમાં પાકિસ્તાન હાલ અફઘાનિસ્તાનથી સારી પોઝિશનમાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp