લાલબત્તી સમાન કિસ્સો : માસિક સ્ત્રાવના પીડાદાયક અનુભવ અને માહિતીના અભાવે ૧૪ વર્ષીય છોકરીએ કરી આ

લાલબત્તી સમાન કિસ્સો : માસિક સ્ત્રાવના પીડાદાયક અનુભવ અને માહિતીના અભાવે ૧૪ વર્ષીય છોકરીએ કરી આત્મહત્યા! જાણો વિગતે

04/01/2024 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

લાલબત્તી સમાન કિસ્સો : માસિક સ્ત્રાવના પીડાદાયક અનુભવ અને માહિતીના અભાવે ૧૪ વર્ષીય છોકરીએ કરી આ

મુંબઈમાં તા ૨૬, મંગળવારના રોજ માલવાણી વિસ્તારની લક્ષ્મી ચોલમાં રહેતી ૧૪ વર્ષીય છોકરીએ આત્મહત્યા કરી લીધી હતી. કારણ કે તે પોતાના પ્રથમ માસિક સ્રાવ દરમિયાનના પીડાદાયક અનુભવને કારણે તણાવમાં હતી. આ છોકરીનું મૃત્યુ પીરિયડ્સ વિશે સમાજમાં હજુ પણ પ્રવર્તતી શરમ અને જાગૃતિના અભાવની યાદ અપાવે છે. આ ઘટનાએ ફરીથી કિશોરીઓમાં માસિક સ્રાવ વિશેની અજાણતા અને ખોટી માહિતી અંગેની ચિંતા વધારી છે.


પ્રથમ માસિક સ્રાવ પછી પીડાદાયક અનુભવ

પ્રથમ માસિક સ્રાવ પછી પીડાદાયક અનુભવ

પોલીસના જણાવ્યા અનુસાર, કિશોરીએ મંગળવારે સાંજે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી જ્યારે ઘરમાં કોઈ ન હતું. તેના સંબંધીઓ અને પડોશીઓને આ ઘટના વિશે જાણ થતા જ તેઓ તેને કાંદિવલીની સામાન્ય જાહેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.

પોલીસ અધિકારીઓને સંબંધીઓએ પ્રારંભિક પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, છોકરીને તેણીના પ્રથમ માસિક સ્રાવ પછી તાજેતરમાં પીડાદાયક અનુભવ થયો હતો. જેના કારણે તે પરેશાન અને માનસિક તણાવમાં હતી. આથી તેને આવું પગલુ ભર્યું હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે, આમાં કંઈ વધારે શંકાસ્પદ નથી લાગી રહ્યું, પરંતુ તે છતાં તમામ એંગલથી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તેઓ કિશોરીના મિત્રો સાથે વાત કરશે તેમજ તેની તાજેતરની ઓનલાઈન પ્રવૃત્તિઓનું સ્કેનિંગ કરીશે જેથી તેની માનસિક પરિસ્થિતિ વિશે વધુ માહિતી મળી શકે.


સરકાર સહિત સમગ્ર સમાજની ચૂક

સરકાર સહિત સમગ્ર સમાજની ચૂક

ત્યારે એક સામાજિક કાર્યકર્તાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ છોકરીનું મૃત્યુ એ શરમ અને પીરિયડ્સ વિશેની જાગૃતિના અભાવનું સીધું પરિણામ છે. 21મી સદીમાં પણ ઘણી શાળાઓ અને કોલેજોમાં પીરિયડ્સ આવરી લેવાતો વિષય નથી. પરિવારોમાં પીરિયડ્સ વિશે ખુલીને વાત કરવી અથવા પ્રશ્નો પૂછવા તે હજુ પણ સ્વીકાર્ય નથી. તે સરકાર સહિત સમગ્ર સમાજની ચૂક છે, જે પીરિયડ એજ્યુકેશનને સામાન્ય બનાવવામાં નિષ્ફળ જાય છે.

આ વિષય પર સરકારની નીતિઓ અને ઉદ્દેશ્યના અભાવને કારણે સમાજમાં પીરિયડ વિશે ખુલીને ચર્ચા ન કરવાની સ્થિતિ હજુ પણ છે. સરકાર દ્વારા એક એવી સર્વગ્રાહી યોજના લાવવી જરૂરી છે જે માસિક શિક્ષણને એવી રીતે લક્ષ્યાંકિત કરે, જેથી પીરિયડની વાતચીતને સામાન્ય બનાવી શકાય. જ્યારે આપણે દરેક સાથે સામાન્ય રીતે તેના વિશે વાત કરવાનું શરૂ કરીશું, ત્યારે જ તેમાં કોઈ ફેરફાર લાવી શકશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top