દિવ્યાંગ યુવકને મળ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ ખાસ એવોર્ડ, જાણો કેમ ?

દિવ્યાંગ યુવકને મળ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ ખાસ એવોર્ડ, જાણો કેમ ?

12/05/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દિવ્યાંગ યુવકને મળ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ ખાસ એવોર્ડ, જાણો કેમ ?

અમદાવાદમાં રહેતા એક દિવ્યાંગ યુવકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગ જન 2023 નો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે.અમદાવાદમાં રહેતા દિવ્યાંગ જયને શ્રેષ્ઠ દિવ્યાંગ જનનો એવોર્ડ મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, જયનું શરીર 80 ટકા પેરેલાઈઝ્ડ છે.


મહેશ ગાંગડિયા જણાવ્યું

મહેશ ગાંગડિયા જણાવ્યું

એવોર્ડ મળવા બદલ હર્ષની લાગણી અનુભવું છું.અમે જયને એડોપ્ટ કરેલ છે. જ્યારે એડોપ્ટ કર્યો ત્યારે જય નાનો અને સ્વસ્થ હતો.તાવ આવ્યા પછી શરીરમાં ખેંચ આવતા તે સેરેબ્રલ પાલ્સીનો ભોગ બન્યો.પત્ની સ્વાઇન ફ્લુને લીધે અવસાન પામ્યા બાદ જયની સંભાળ રાખવામાં મારે ખૂબ ધ્યાન રાખવું પડતું.નવાઈની વાત તો એ છે કે જયને પેઇન્ટિંગમાં ખૂબ રસ હતો.


એક્ઝિબિશનમાં ભાગ પણ લીધો

એક્ઝિબિશનમાં ભાગ પણ લીધો

જયએ અત્યાર સુધીમાં 300થી વધુ પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. સાથે અનેક એક્ઝિબિશનમાં ભાગ પણ લીધો છે. જયનું માઈન્ડ ઇન્ટેલિજન્ટ છે. જેના લીધે તે દરેક કમ્પ્યુટર વર્ક કરી શકે છે. સાથે સાથે તે સમાજ સેવા પણ કરે છે. તેને કોરોના કાળ દરમિયાન પીએમ કેર ફંડમાં 5100 રૂપિયાનું અનુદાન પણ કર્યું હતું. અને હાલ તેને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગ જન 2023 નો નેશનલ એવોર્ડ મેળવ્યો છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top