પાકિસ્તાનમાં હિંદુ યુવતીની હત્યા : ધર્મપરિવર્તન માટે અપહરણ કરવામાં નિષ્ફળ જતા સરાજાહેર ગોળી માર

પાકિસ્તાનમાં હિંદુ યુવતીની હત્યા : ધર્મપરિવર્તન માટે અપહરણ કરવામાં નિષ્ફળ જતા સરાજાહેર ગોળી મારી

03/22/2022 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનમાં હિંદુ યુવતીની હત્યા : ધર્મપરિવર્તન માટે અપહરણ કરવામાં નિષ્ફળ જતા સરાજાહેર ગોળી માર

વર્લ્ડ ડેસ્ક: પાડોશી દેશ પાકિસ્તાનમાં ઈશનિંદા કે અન્ય કારણોસર લઘુમતીઓ પર અત્યાચારો થયા હોવાના બનાવો અનેકવખત સામે આવતા રહ્યા છે. એ જ કારણ છે કે આઝાદી સમયે પાકિસ્તાનમાં 12 ટકા હિંદુઓ હતા, જે સંખ્યા હવે માત્ર એક ટકા પર આવીને રહી ગઈ છે! ત્યારે પાકિસ્તાનમાંથી વધુ એક હિંદુની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.


પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક 18 વર્ષની હિન્દુ યુવતીની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. તેનું નામ પૂજા કુમારી ઓડ જણાવવામાં આવી રહ્યું છે. ઘટના સોમવારની (21 માર્ચ 2022) છે. પહેલા પૂજાનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં નિષ્ફળ જતા તેને સરાજાહેર ગોળી મારી દેવામાં આવી હતી.


વાહિદ બક્ષ લશારી નામના શખ્સે યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વિરોધ કરવા જતા તેને મારી નાંખવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર, હત્યા કરનાર શખ્સ આ યુવતીને બળજબરીથી ધર્માંતરણ કરાવીને તેની સાથે નિકાહ કરવા માંગતો હતો. પરંતુ યુવતી તાબે ન થતાં તેણે જીવ ગુમાવવો પડ્યો હતો.

 પાકિસ્તાનમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુ છોકરીઓનું અપહરણ કરીને બળજબરીપૂર્વક લગ્ન કરીને તેમનું ધર્માંતરણ કરાવવું સામાન્ય બાબત છે.


2013 થી 2019 વચ્ચે આવી કુલ 156 ઘટનાઓ બની

એક અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં દર વર્ષે લઘુમતી મહિલાઓ અને ખાસ કરીને સિંધમાં હિન્દુઓનું અપહરણ કરવામાં આવતું રહ્યું છે. ધાર્મિક કટ્ટરપંથીઓ દ્વારા તેમને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનથી પીડાય રહ્યા છે.

પીપલ્સ કમિશન ફોર માઈનોરિટી રાઈટ્સ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ અનુસાર, 2013 અને 2019 વચ્ચે બળજબરીથી ધર્માંતરણની કુલ 156 ઘટનાઓ બની હતી. 2019 માં સિંધ સરકારે બળજબરીથી ધર્માંતરણ અને લગ્નો પર પ્રતિબંધ મૂકવાનો બીજી વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ ધાર્મિક કટ્ટરપંથીઓએ તેનો વિરોધ કરતા વિચાર પડતો મૂક્ચો પડ્યો હતો.


અગાઉ પણ અપહરણના કિસ્સાઓ બન્યા હતા

નોંધનીય છે કે તાજેતરમાં જ સિંધમાંથી જ બે સગીર હિંદુ છોકરીઓને બળજબરીથી ધર્મ પરિવર્તન માટે અપહરણ કરવાનો મામલો સામે આવ્યો હતો. સિંધના ખૈરપુરની આરતી મેઘવાર (14 વર્ષ) અને ઘોટકીની રાબિયા ભીલનું (13) અપહરણ કરવામાં આવ્યું હતું. તે પહેલા બિંદિયા નામની છોકરીનું અપહરણ થયું હતું.

તદુપરાંત, 15 વર્ષની હિંદુ છોકરી પાયલ કુમારીનું પણ સિંધના ગોથ, મુહમ્મદ પતાફીમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારપછી બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને તેના લગ્ન કર્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top