યુવકે સંતાન પ્રાપ્તિ માટે 5 વર્ષની બાળકીની તાંત્રિક વિધિ કરી અને પછી નદીમાં ફેંકી દીધી, બીજા રા

યુવકે સંતાન પ્રાપ્તિ માટે 5 વર્ષની બાળકીની તાંત્રિક વિધિ કરી અને પછી નદીમાં ફેંકી દીધી, બીજા રાજ્યની નહીં; ગુજરાતની છે આ ગંભીર ઘટના

09/01/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

યુવકે સંતાન પ્રાપ્તિ માટે 5 વર્ષની બાળકીની તાંત્રિક વિધિ કરી અને પછી નદીમાં ફેંકી દીધી, બીજા રા

ગુજરાતમાં ભુવા અને તાંત્રિક વિધિની ઘટનાઓ અવરણવાર સામે સામે આવતી રહે છે. જેમાં મસૂમો-નિર્દોષ લોકો તેમનો ભોગ બનતા હોય છે. કેટલાક લોકો તો સંતાન પ્રાપ્તિ માટે માનવ બલિ પણ આપતા ખચકાતા નથી, એ મૂર્ખાઓને કોણ સમજાવે આવી રીતે સંતાન પ્રાપ્તિ થતી નથી. તાજેતરમાં ફરી એક વખત કઈક આવો જ કિસ્સો આપના ગુજરાતમાં સામે આવ્યો છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

ખેડાના આંકલાવમાં એક યુવકે બાળકીનું અપહરણ કરી તેની પર તાંત્રિક વિધિ કરીને તેને નદીમાં ફેંકી દીધી હોવાની બનાવ સામે આવી છે. પોલીસે આરોપી યુવકને કસ્ટડીમાં લઈ લીધો છે અને ફાયર વિભાગની મદદથી બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર બાળકીને કાકાના મિત્રએ ભુવાના કહેવાથી બલિ ચડાવી હતી અને સિંઘરોટ નદીમાં ફેંકી દીધી હતી. તપાસ દરમિયાન તુલસીના કાકાના મિત્ર અજય પઢિયાર  પર શંકા જતા પોલીસે તેને કસ્ટડીમાં લઈને સખત પૂછપરછ કરતા અજય પઢિયાર ભાંગી પડ્યો હતો અને પછી સ્વીકારી લીધું કે, તે તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો. સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલિ આપવા કહ્યું હતું. અજય પઢિયારે બાળકી તુલસીને અપહરણ કરીને બાઈક પર ઉમેટા લઈ ગયો હતો. ત્યાં તેણે તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કરી હતી અને ત્યારબાદ બાળકીના શબને સિંઘરોટ નાની નદીના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધું હતું.


પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી

પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી

મીડિયા રિપોર્ટ મુજબ, પીડિત મૃત છોકરી 5-6 વર્ષની હતી.  પોલીસે બાળકીને શોધવા તાંત્રિક યુવકને પણ સાથે રાખ્યો હતો. આ સમગ્ર બનાવથી ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપી યુવકને પકડીને તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નદીમાં બાળકીને શોધવા પણ પોલીસે વધુ પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટનાએ સમગ્ર નવાખલ ગામ અને આસપાસના વિસ્તારોમાં શોક અને આક્રોશ ફેલાવ્યો છે. નિર્દોષ બાળકીની તાંત્રિક વિધિ માટે બલિ આપવાની આ ઘટના માનવતાને શરમાવે છે.

આ ઘટના બાદ તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાની ખૂબ જરૂરિયાત દેખાઈ રહી છે. સમાજમાં આવા કિસ્સાઓને રોકવા માટે કડક કાયદાકીય પગલાં અને જાગૃતિ અભિયાન ચલાવવું જરૂરી છે. સાથે જ આવી ગતિવિધિઓ કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને સમાજમાં ઉદાહરણ બેસાડવું જોઇયે કે તાંત્રિક વિધિ કરવાથી શું પરિણામ ભોગવવું પડે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top