દિલ્હીમાં હાર બાદ AAPમાં મોટો બદલાવ, દિલ્હીમાં પાર્ટી પ્રમુખ બદલાયા, પંજાબ, ગુજરાત અને ગોવા અંગ

દિલ્હીમાં હાર બાદ AAPમાં મોટો બદલાવ, દિલ્હીમાં પાર્ટી પ્રમુખ બદલાયા, પંજાબ, ગુજરાત અને ગોવા અંગે પણ લેવાયો નિર્ણય

03/21/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીમાં હાર બાદ AAPમાં મોટો બદલાવ, દિલ્હીમાં પાર્ટી પ્રમુખ બદલાયા, પંજાબ, ગુજરાત અને ગોવા અંગ

Aam Aadmi Party Delhi: આમ આદમી પાર્ટી (AAP)એ શુક્રવારે એક મોટો નિર્ણય લેતા પૂર્વ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજને દિલ્હીમાં પાર્ટીના અધ્યક્ષ  બનાવ્યા છે. તેમણે પૂર્વ મંત્રી ગોપાલ રાયનું સ્થાન લીધું છે. પાર્ટીએ ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી જ્યારે દૂર્ગેશ પાઠકને સહપ્રભારી બનાવ્યા છે.

AAPએ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્ય પંજાબની જવાબદારી સોંપી છે. તેમને પ્રભારી બનાવવામાં આવ્યા છે. રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પંકજ ગુપ્તાને ગોવાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. AAPએ મેહરાઝ મલિકને જમ્મુ અને કાશ્મીરમાં પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. તેઓ રાજ્યમાં AAPના એકમાત્ર અને પહેલા ધારાસભ્ય છે.


દિલ્હીમાં હાર બાદ પાર્ટીમાં મોટો બદલાવ

દિલ્હીમાં હાર બાદ પાર્ટીમાં મોટો બદલાવ

આમ આદમી પાર્ટી (AAP)એ આ મોટો બદલાવ એવા સમયે કર્યો છે, જ્યારે તેને તાજેતરમાં દિલ્હીમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટી સામે પંજાબ બચાવવાનો પડકાર છે. એવામાં મનીષ સિસોદિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મનિષ સિસોદિયા પંજાબમાં સક્રિય હતા. જોકે, વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને ભાજપે પણ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તાજેતરમાં અરવિંદ કેજરીવાલે પણ પંજાબની મુલાકાત લીધી હતી. ત્યાંથી પાછા ફર્યા બાદ, પાર્ટીએ 6 મોટા બદલાવ કર્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top