AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવાઈ! આટલી ઉતાવળે યાદીઓ જાહેર કરીને પાર્ટીએ મોટો જુ

AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવાઈ! આટલી ઉતાવળે યાદીઓ જાહેર કરીને પાર્ટીએ મોટો જુગાર ખેલ્યો છે?!

08/02/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવાઈ! આટલી ઉતાવળે યાદીઓ જાહેર કરીને પાર્ટીએ મોટો જુ

Gujarat Assembly Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હજી ત્રણથી ચાર મહિનાની વાર છે, ત્યાં જ આમ આદમી પાર્ટીએ (AAP) આજે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને લોકોને ચોંકાવી દીધા હતા. સામાન્ય રીતે કોઈ પણ પક્ષ આટલી વહેલી યાદી જાહેર કરતો નથી. કારણકે પાર્ટી કોને ટિકિટ ફાળવે એ વિષે લગભગ દરેક સીટ ઉપર છેલ્લે સુધી ગડમથલ ચાલતી રહે છે. પરંતુ આમ આદમી પાર્ટીએ મહિનાઓ અગાઉ પોતાના ઉમેદવારો જાહેર કરીને એક નવી પ્રથા અમલમાં મૂકી બતાવી છે.


કોને કોને ટિકિટ મળી?

કોને કોને ટિકિટ મળી?

ઉમેદવારોની પ્રથમ  યાદી જાહેર કરતી વખતે ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ મહિનામાં નાગ પંચમીના દિવસે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારથી ત્રાસેલી પ્રજા માટે આમ આદમી પાર્ટીએ આશાઓ જગાડી છે. આ રીતે ચૂંટણીના મહિનાઓ પહેલા ઉમેદવારોની યાદી જાહેર કરીને આમ આદમી પાર્ટીએ એક નવા પ્રકારની રાજનીતિની શરૂઆત કરી છે. પ્રથમ યાદીમાં વિધાનસભાની કુલ 10 બેઠકો માટે પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. આ યાદી નીચે મુજબ છે.

 

  • ભેમાભાઈ ચૌધરી- દિયોદર
  • જગમલવાળા - સોમનાથ
  • અર્જુન રાઠવા- છોટા ઉદેપુર
  • સાગર રબારી - બેચરાજી
  • વશરામ સાગઠીયા - રાજકોટ ગ્રામ્ય
  • રામ ધડૂક - કામરેજ
  • શિવલાલભાઈ બારસીયા - રાજકોટ દક્ષિણ
  • સુધીર વાઘાણી - ગારિયાધાર
  • રાજેન્દ્ર સોલંકી - બારડોલી

ઓમ પ્રકાશ તિવારી - નરોડા (અમદાવાદ)


AAP દ્વારા મોટો જુગાર રમવામાં આવ્યો?

AAP દ્વારા મોટો જુગાર રમવામાં આવ્યો?

આમ આદમી પાર્ટીએ ચૂંટણીના ત્રણ-ચાર મહિના પહેલા જ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરીને છાકો પાડી દીધો. જો રાજકારણની તાસીરની વાત કરીએ તો આ પ્રકારનું પગલું એક પ્રકારે રાજકીય જુગાર રમવા જેવું ગણી શકાય. હવે આ જુગાર સફળ થશે કે કેમ, એ આવનારો સમય જ કહેશે. થોડા દિવસો અગાઉ જ આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનના પદાધિકારીઓની યાદ જાહેર કરવામાં આવી હતી. અને થોડા જ સમયમાં પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટેના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે.

સામાન્ય રીતે ચૂંટણીઓ પહેલા દરેક પક્ષમાં ટિકિટ મેળવવા માટે આંતરિક ખેંચતાણ અને જૂથબંધીનો દોર ચાલતો હોય છે. આથી અનેક બેઠકો પર છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભાજપ-કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોને ફાંફા પડી જતાં હોય છે. આમ આદમી પાર્ટીએ મહિનાઓ અગાઉ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાની શરૂઆત કરીને પોતાની પાર્ટીમાં આવી કોઈ આંતરિક ખેંચતાણ કે જૂથબંધી ન હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. ગોપાલ ઇટાલીયાનું કહેવું છે કે વેળાસર ઉમેદવારોની જાહેરાત કરી દેવાથી દરેક ઉમેદવારને પોતાના મતવિસ્તારમાં કામ કરવા માટે અને લોકસંપર્ક માટે પૂરતો સમય મળી રહેશે, જેનો સીધો ફાયદો ચૂંટણીઓમાં દેખાશે.

પહેલી નજરે સારી લાગે એવી આ વાત વાસ્તવિક રીતે ઉપયોગી થશે કે કેમ, એ તો આવનારો સમય જ કહેશે. કેમકે વહેલા ઉમેદવાર જાહેર કરી દેવાને કારણે માત્ર જે-તે ઉમેદવારને જ નહિ, પરંતુ પક્ષમાં રહેલા અસંતોષી લોકોને પણ ‘તૈયારી’ માટે પૂરતો સમય મળી જતો હોય છે. વળી વિરોધી પક્ષોને પણ જે-તે ઉમેદવારને ટાર્ગેટ કરવામાં સરળતા રહેતી હોય છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top