બ્રેકિંગ : Dream 11 બન્યું IPL2020નું ટાઈટલ સ્પોન્સર, ૨૨૨ કરોડ રૂપિયામાં ખરીદ્યા હકો

બ્રેકિંગ : Dream 11 બન્યું IPL2020નું ટાઈટલ સ્પોન્સર, ૨૨૨ કરોડ રૂપિયામાં ખરીદ્યા હકો

08/18/2020 Sports

SidhiKhabar

SidhiKhabar

બ્રેકિંગ : Dream 11 બન્યું IPL2020નું ટાઈટલ સ્પોન્સર, ૨૨૨ કરોડ રૂપિયામાં ખરીદ્યા હકો

નવી દિલ્હી : આઈપીએલ ૨૦૨૦નાં ટાઈટલ સ્પોન્સર તરીકે Dream 11 ના નામની જાહેરાત કરવામાં આવી છે. Dream 11 એ ૨૨૨ કરોડ રૂપિયામાં આઇપીએલ ૨૦૨૦ સીઝન માટેના સ્પોન્સરશિપ હકો ખરીદ્યા છે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે આજે આ અધિકારીક જાહેરાત કરી હતી.

ચાઇનીઝ મોબાઈલ કંપની વિવો ને આઈપીએલના ટાઈટલ સ્પોન્સરમાંથી હટાવ્યા બાદ નવા સ્પોન્સર તરીકે ઘણી કંપનીઓ રેસમાં હતી. વચ્ચે બાબા રામદેવની પતંજલિ પણ આ રેસમાં હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત દેશની શિરમોર કંપની ટાટાતેમજ જીઓ પણ આ રેસમાં સામેલ હતી. આખરે, Dream 11ના નામ પર મહોર મારી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારત-ચીન વચ્ચે વધેલા તણાવને કારણે બીસીસીઆઈએ ચાઇનીઝ મોબાઈલ કંપની વિવો સાથેના સ્પોન્સરશિપ કરાર રદ કરી દીધા હતા. વિવો સાથે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ સુધી પાંચ વર્ષો માટે પ્રતિ વર્ષ ૪૪૦ કરોડ મુજબ કુલ ૨૧૯૦ કરોડ રૂપિયાના કરાર કરવામાં આવ્યા હતા. પરંતુ દેશભરમાં થયેલા વિરોધ બાદ તેમણે ટાઈટલ સ્પોન્સર તરીકેના કરાર રદ કરી દીધા હતા.

ઇન્ડિયન પ્રિમીયર લીગ અગામી ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી યુએઈમાં યોજવા માટે જઈ રહી છે. દર વર્ષે ભારતમાં યોજાતી આ લીગ આ વર્ષે કોરોના સંક્રમણની સ્થિતિને કારણે વિદેશમાં યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.આ માટે સરકાર તરફથી પણ સહમતી દર્શાવવામાં આવી છે. તેમજ બીસીસીઆઈ દ્વારા તમામ ફ્રેન્ચાઇઝીને એસઓપી સોંપી દેવામાં આવેલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top