બિહારમાં ભાજપ બાદ જેડીયુ પણ કરશે વર્ચ્યુલ રેલી

બિહારમાં ભાજપ બાદ જેડીયુ પણ કરશે વર્ચ્યુલ રેલી

06/12/2020 Politics

SidhiKhabar

SidhiKhabar

બિહારમાં ભાજપ બાદ જેડીયુ પણ કરશે વર્ચ્યુલ રેલી

પટના: બીજેપીની જેમ જ જેડીયુ પણ કરશે વર્ચ્યુલ રેલી: મંત્રીએ કહ્યું જો સરકાર બનશે તો દરેક  ક્ષેત્રમાં પાણી પહોચાડવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણી માટે જેડીયુ પોતાનું લક્ષ્ય તૈયાર કર્યું છે. જળ સંશાધન મંત્રી સંજય ઝાએ કહ્યું જો ૨૦૨૦માં રાજ્યમાં ફરીથી સરકાર બનશે તો દરેક ક્ષેત્ર સુધી પાણી પહોંચાડીશું.

બિહાર વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજ્યકીય પાર્ટીએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. હંમેશની જેમ જ હાલની ચૂંટણીમાં પણ બીજી બધી પાર્ટીઓ કરતા બીજેપીની તૈયારી સૌથી આગળ દેખાઈ રહી છે. જ્યાં બીજેપીએ વર્ચ્યુલ રેલીનું આયોજન કરેલું. સાથેજ ભાજપના ઘર-ઘર જનસંપર્ક અભિયાનની શરૂઆત પણ થઇ ગઈ છે. આ જોઈને ભાજપની સહયોગી પાર્ટી જનતા દલ યુનાઈટેડ (જેડીયુ) પણ ભાજપના નકશેકદમ પર જ ચાલવાની તૈયારી કરી રહી છે.

જેડીયુએ કહ્યું છે કે તે પણ હવે બીજેપીની જેમ વર્ચ્યુલ રેલીનું આયોજન કરશે. રેલીની તૈયારી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેડીયુ મંત્રી અને જળ સંસાધન મંત્રી સંજય ઝાએ કહ્યું કે રેલી વિશે ટૂંક સમયમાં તમામ માહિતી જાહેર કરવામાં આવશે. રેલીને જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સંબોધન કરશે.

માહિતી અનુસાર વિધાનસભા ચૂંટણીને લઈને જેડીયુ દ્વારા એક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જળ સંસાધન મંત્રી સંજય ઝાએ કહ્યું કે જો ૨૦૨૦માં ફરીથી રાજયમાં અમારી સરકાર બનશે તો દરેક ક્ષેત્ર સુધી પાણી પહોંચાડવામાં આવશે. ઝાએ કહ્યું કે મુખ્યમંત્રી નીતીશ કુમારના વચન હિન્દી ફિલ્મના એક્ટર સલમાન ખાનના એક ડાયલોગ જેવા છે. ફિલ્મમાં સલમાન કહે છે કે “એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી, ફિર મૈં અપને આપકી ભી નહિ સુનતા!” ઝાના કહેવા મુજબ નીતીશકુમાર પણ પોતાના કમિટમેન્ટને વળગી રહેશે. દાખલા તરીકે આ ટર્મમાં વીજળી અને રોડ નિર્માણનું કામ સરકારે પૂર્ણ કર્યું જ છે.

૭ જૂને કેન્દ્રય મંત્રી અમિત શાહે વર્ચ્યુલ રેલી દ્વારા બિહારની પ્રજાનું સંબોધન કર્યું હતું. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલમાં દેશના ગૃહમંત્રી અમિત શાહની આ વર્ચ્યુલ રેલીને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. કોરોનાની સ્થિતિમાં ભાજપની જેમ જ અન્ય પાર્ટી પણ ચૂંટણી જીતવા માટે ડિજીટલ માધ્યમ દ્વ્રારા પ્રજાનું સંબોધન કરવા માંગે છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી નીતીશ કુમાર વિડીયો કોન્ફરન્સ દ્વારા જેડીયુના કાર્યકર્તાઓ સાથે સતત વાતચીત કરી રહ્યા છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

https://chat.whatsapp.com/C9NuhnwoZ7tBUtwO5gn1qD

અથવા +91 96645 37306 નમ્બર ઉપર 'Hi' નો મેસેજ લખી મોકલો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top