બાંગ્લાદેશ સામેની સીરિઝ અગાઉ મોટો નિર્ણય, સિલેક્શન કમિટીમાં પૂર્વ ભારતીય વિકેટકીપરની એન્ટ્રી
ભારતીય ટીમે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલના દૃષ્ટિકોણથી આ સીરિઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હવે બાંગ્લાદેશ સામેની સીરિઝથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ક્રિકેટ સલાહકાર સમિતિએ સિલેક્શન કમિટીના નવા સભ્ય તરીકે અજય રાત્રાનું નામ આપ્યું છે. પસંદગી સમિતિના વડા અજીત અગરકર છે. અજય રાત્રા સિલેક્શન કમિટીમાં સલિલ અંકોલાની જગ્યા લેશે.
પૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન અજય રાત્રાને ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ છે અને તેનોમ રેકોર્ડ પ્રભાવશાળી છે. તેમણે આસામ, પંજાબ અને ઉત્તર પ્રદેશના મુખ્ય કોચ તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત, તેઓ વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકામાં વન-ડે સીરિઝ દરમિયાન ભારતીય ટીમના કોચિંગ સ્ટાફનો પણ ભાગ હતા. તેમની પાસે અનુભવ છે, જે ટીમ ઇન્ડિયા માટે ઉપયોગી થઇ શકે છે. સિલેક્ટર તરીકે અજય રાત્રાની પ્રથમ પ્રાથમિકતા શ્રેષ્ઠ પ્રતિભાને ઓળખવાની રહેશે. તેઓ વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી સમિતિના વર્તમાન સભ્યો સાથે કામ કરશે. રાત્રા સિલેક્શન કમિટીમાં કઇ તારીખે જોડાશે તે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી. તેઓ બાંગ્લાદેશ સામેની સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરશે કે નહીં તેની પણા જાણકારી નથી.
અજય રાત્રાએ વર્ષ 2002માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે 6 ટેસ્ટમાં 163 રન અને 12 ODI મેચમાં કુલ 90 રન બનાવ્યા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે ઘણા રન નોંધાયેલા છે. તેણે 99 ફર્સ્ટ ક્લાસ મેચમાં 4029 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 89 લિસ્ટ-એ મેચમાં 1381 રન બનાવ્યા છે. તે ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા તરફથી રમતા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp