‘પેલી રકાબીમાં એવું તે શું હતું જે ખાધા પછી આ બે આમ રાજાપાઠમાં આવી જાય છે?’

‘પેલી રકાબીમાં એવું તે શું હતું જે ખાધા પછી આ બે આમ રાજાપાઠમાં આવી જાય છે?’

02/20/2021 Magazine

શિલ્પા દેસાઈ
અક્કરમીનો પડિયો કાણો
શિલ્પા દેસાઈ
કોલમિસ્ટ, હાસ્યલેખિકા

‘પેલી રકાબીમાં એવું તે શું હતું જે ખાધા પછી આ બે આમ રાજાપાઠમાં આવી જાય છે?’

હાય ઑલ.. ક્યા હાલ હૈ? તમારો કોરોના ગયો કે નહીં? વચ્ચે તો અમારે ય બર્ડફ્લુ નામનું કંઈક ગતકડું આવેલું. તમે લોકો તો પ્રથમીમાતાનું નિકંદન કાઢવા બેઠેલા છો. રોજ ઉઠીને નિતનવા નામવાળા રોગચાળા લઈને હાજર થઇ જાવ છો. આ નહીં તો પેલું..પેલું નહીં તો બીજું.. કંટાળો આવી જાય છે સાચ્ચે. એ બર્ડફ્લુને લીધે અમને તમારાવાળા ઠરીને બેસવા ય નહતા દેતા. માંડમાંડ સેટ થઇએ કે કોઇક તો પથરો લઈને આવી જ જાય. તમે તો કલાપી ય નથી કે તમને અમારા પર પથરો ફેંકીને  ‘તે  પંખીની ઉપરપથરો ફેંકતા ફેંકી દીધો ...’ એવો પસ્તાવો થાય.વોટ્ટેવર, એ વાત જ જવા દો. બાત નિકલેગી તો દુર તલક જાયેગી.. આપડે બાપજી આણિ મંડળીની વાત કરીએ અત્યારે. બાપજી ઓરડીમાંથી બહાર આવી રહેલા દેખાય છે. બાપજીનું કંઈક તો રહસ્ય છે જ હોં. અહીં પોલીસને જોઈને રફુચક્કર થઇ ગયેલો યાદ છે હમોને બરાબર. ત્યાં ય કંઈક સીનસપાટા કર્યા હોય તો નવાઈ નહીં. પણ આ ચિંટુપિંટુ કેમ જરા જૂદું વરતી રહ્યાં છે ? ભાષા સાવ બદલાઈ જાય છે અમુક સમયે તો. પેલી રકાબીમાં એવું તે શું હતું જે ખાધા પછી આ બે આમ રાજાપાઠમાં આવી જાય છે. હમોને જરા જરા શંકા તો થવા જ માંડી છે કે કંઈક નશો કરે છે પાર્ટી.. પણ જ્યાં સુધી એ લોકો કોઇને નુકસાન ન કરે ત્યાં સુધી તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ..

બાપજી : ચિંટુ..મેરે ભોલે.. હમને સુના હૈ કે હર શામ કો બોહત રંગ જમાતે હો તુમ દોનોં? ગુરુ કરતા ચેલે સવાયે હો ગયે હેં? ચલો અચ્છા હે.. ગુરુ શિષ્ય પરંપરા તો હમારી ઇસંશ્કૃતિ હે... કિસનાજી ભી ગુરુ કે પાસ ગયે થે તભી ઉનકો ઠીક સે છિક્છા મિલી થી ઓર ઉન્હોને બડે બડે કૌભાંડ કિયે. જેશ્રીકિસ્ના..

ચિંટુ : બાપજી..કૌભાંડ નહીં.. કનૈયેને કૌભાંડ નહી પણ પરાક્રમ કિયે થે. પિંટુડા..બાપજીને ગરમ ગરમ ચા પીવડાય અશ્શલ ટેશની.. ચકભમ થઈ જ્યા લાગઅ છઅ..

 

મારું હાળું આ છિક્છા શું હશે પાછું? બાપજી ય નશામાં લાગે છે. બોલવાનું ભાન નથી. ચ્હા પીવે તો કદાચ ભાનમાં આવે એમ બને.. પહેલા તો આ ચિંટુપિંટુ બોલતા હતા એમાં ખબર નહતી પડતી તે બાપજી ઉમેરાયા..ડિક્શનરી લાવવી પડશે ક્યાંકથી..

પિંટુ : એ ચિંટુભાઈ .. આ બાપજી હું કેય ને? એમને કહેવની કે પાધરુ બોલે.. કંઈ હમજ ની પડે હારા.. છિક્છા એટલે હું? રિકસા ખબર છે પણ છિક્છા તો પેલવારકુ હાંભલ્યુ.

ચિંટુ : હે ભગવાન, આ હારો હજ્જુ ગબલદાશ જ રહ્યો. છિક્છા એટલે શિક્ષા. ભણવાનું.. હવઅ ઉતર્યું તારા ભેજામોં ? એં.. જરા અક્કલગરો ખાતો જા દિવશમોં તો કોંક બુધ્ધિ આવશે. આખો દહારો રખડઅ છઅ ઇના કરતા કશું ચોપડું લાઈને ઓંચ.

પિંટુ : ચાલો.. બાકી ઉતા તે આ હો હવે મને ભણવાનું કેહે.. અરે ભાઈ ભણવું હોતે તો તે જ વખતે ની ભણી લેતે કે? હવે તો કમાવાની ઉંમર છે એમ કેઉં.. એ બધી વાત જવા દેવ ને એમ કહેવ કે આ કોરોનાની રસીવાળું હુ છે?

ચિંટુ : તારે ને મારે અત્યારે જરુર નથી. હૌ પહેલા તો શિનિયર શિટીજનનો વારો છ. પછી પચ્ચા વરસથી ઉપરના હોય ઇને આલવાના છ. મોબિલમોં વોંચ્યુ તુ મી. બાપજીનો વારો આઈ જશે .. શિનિયર શિટિજન છ એટલે. આપડો વારો આવતા આવતા છ મઈના થઈ જશે. લખી રાખ.

પિંટુ : તે તાં હુધી આપડે મોઢે પાટા બાંધવાના એમ?

ચિંટુ : અરે ઓ શ્લોબુધ્ધિ.. રશી મેલાયા પછી ય શાવચેતી તો રાખવાની જ છ.

બાપજી : ક્યા સમસ્યા હૈ બચ્ચોં.. હરિ ૐ ?

 

પિ્ટુ : અબી તક તો ની હે કોઈ સમસ્યા પણ અબ આયેગી. છગન મારાજ આ ગયે હે તે.

છગન :  ઓહોહો.. બાપજી આયે હે..  સરસ સરસ.. પાય લાગુ .. ચિંટુડા, બાપજી આઈ ગયા તો  તારી ખૂરશી ગઇ પાછી. દે ત્તાલી..

ચિંટુ : એ ટણપા.. બાપજી કાયમ માટે નથી આયા પાછા. હવડે તો એ હવાફેર માટે આયા છ. થોડા દિવશ પછી જતા રહેશે.હે ને બાપજી?

બાપજી : હરિ ૐ .. ઘર આયે મેમાન સે એસે બાત નહીં કરતે બચ્ચા.

પિંટુ : બાપજી આપ ઇસ છગને કા પક્સ મત લો.. એક નંબર કા અડેખા હે યે.. ગામવાલે પ્રભુજી કી બાત માનતે  હે યે ઉસસે ડેખા ની જાતા હે. તો હમકો નીચા ડિખાને કે લિએ યે એસે એસે વાંધેવચકે નિકાલતા હે કે બાત જ જવા ડેવ.

બાપજી : યે પ્રભૂજી કોન હે ઇધર?

પિંટુ : લ્લે.. યે રહે હમારે પ્રભૂજી.. ચિંટુનંદસ્વામીજી..ઓર મેં ઇનકા ચેલકા હું.. પિંટુનંદસ્વામી. એક જોરડાર વાત કહેઉ મેં તમને..પ્રભૂજી જબ વો ચક્કર હાથ મેં ઉંચકતે હે તબ સાકસાત  કૃષ્ન ભગવાન કે દરશન હોતે હે. ઓર વો ખાટલે પર બેઠકર જબ ભાષણ દેતે હે તો મુજે ગીતાજી સુનાઈ દેતી હે બોલો.

બાપજી : તુમેરા મતબલ હૈ કે તુમકો ઇસ ચિંટુ મેં કિસનાજી ઓર ખૂદ મેં અર્જુનજી મહેસુસ હોતે હે?

ચિંટુ : હા બાપજી. એશા હી કુછ શમજો . શબ આપ કી કિરપા હે મેં તો કેતા હું. આપને વો જાદૂઇ પરશાદ દિયા હે ને.. ઉસકા પરચા અપરંપાર હે.

છગન : એ વાયડાઓ. આ કોરોનાની રસીવાળો મામલો શું છે તે કહો. ક્યારે આવશે આપણા ગામમાં?  એની કંઈ આડઅસર છે ? એ બધી વાત કરો. જો કે.. રહેવા દો.. તમને અત્યારે તમારી કંઈ ગતાગમ નથી તો કોરોનાની રસીનું તો ક્યાંથી ખબર હોય?

પિંટુ : એ ય .. તું ચુપ રહેજે.. તને હજુ પ્રભૂજીના પરચા મઇલા નથી એટલે ડોઢ થતો છેપણ જે દહાડે એમની છટકહે ને તે દહાડે ચક્કર તારા પર જ આઇવું હમજી લેજે.

ચિંટુ : પિંટુનંદસ્વામી..  શોંત થઈ જા. શાસ્તરમોં લખ્યું  છ ક મૂરખાઓ શાથે દલીલ નઈ કરવાની. એમને શમજ તો પડતી ના હોય એટલે ઢંગધડા વનાની દલીલો ઝૂડ્યા કરે.ટાઈમ વેશ્ટ કરે.. શરવાળે આપડે એમની વાત માનવામાં શાણપણ છ. આપડો ટાઈમ બચે . મગજ ખરાબ થતું અટકે. ઇમને આપડી વાત મનાવવા આપડે એમના શ્તર હૂંદી જવું પડે. તો પછી આપડામાં ને ઇમનામાં કોંય ફેર ના રહે. હેંડ મગજ ના તપાઈશ.

બાપજી : હરિ ૐ મેરે બચ્ચો. તુમને તો બહોત ગહન બાત કહે દી બાત બાત મે..છગન..બેટા ઇન લોગો સે કુછ સીખો. ઇર્ષ્યા તુમ કો હી ખા જાયેગી.

ચિંટુ : ઓર ફિર છગન , દુનિયા મેં એક હી નીલકંઠ હો શક્તે હે ..વો હે મેરે માદેવજી.. તુમેરા રંગ ઇર્સા કી વજેહ શે  સાપ જેસા લીલા હો જાયેગા તો તુમેરા નામ લીલકંઠ પડ જાયેગા.

છગન : એ લીલકંઠની વહુ..બંધ થા.. એક ઝાપટ પડશે તો બધી હોસિયારી બહાર આવી જશે.

પિંટુ : એ ય છગના..બો માથાકૂટ ની જોયે.. લખીમાહી ને રમણમાહાને લીધે મેં ચુપ છે.બિચારા બે ય હાવ ભગવાનનું માણહ છે. એમને પેટે આવો  અડેખો પથરો કાંથી પાઈકો ને..

ઓયહોય.. આ કોરોનાની રસી તો આવશે ત્યારે આવશે.. અહીં યુંધ્ધ થઈ જશે એમ લાગે છે. સળગવાનું મસ્ત.. હવે બીજા ગામવાળા આવે તો જરા વધારે સળગે. દેખાય છે કોઈ?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top