‘તુમ કો એસે ગાય જેસે ચિંટુપિંટુ સે ઈતના વાંધા ક્યું હે?’ : બાપજી બોલ્યા

‘તુમ કો એસે ગાય જેસે ચિંટુપિંટુ સે ઈતના વાંધા ક્યું હે?’ : બાપજી બોલ્યા

02/28/2021 Magazine

શિલ્પા દેસાઈ
અક્કરમીનો પડિયો કાણો
શિલ્પા દેસાઈ
કોલમિસ્ટ, હાસ્યલેખિકા

‘તુમ કો એસે ગાય જેસે ચિંટુપિંટુ સે ઈતના વાંધા ક્યું હે?’ : બાપજી બોલ્યા

હેલો પિપલ ..કેમ છો બધા? હમો તો સખ્ખત કંટાળ્યા છીએ આ ચિંટીયા પિંટીયાની વિચિત્ર વાણીથી.. બાપજીની ઓરડીમાં આંટો મારી આવે પછી ભગવાનજાણે શું લવારા કરે છે ?હાથીગઢવાળા આમ તો ચિંટુ પિંટુથી જરાક જ વધારે હોંશિયાર દેખાય છે પણ એમને આ બેના લવારામાં જબરી સમજ પડી જાય છે. બાપજી આવેલા છે પણ એ સિલિંડર તો નિરાંતે ઢોલિયે ઢળેલું જ રહે છે આખો દિવસ ને એય ને મઝેથી ઉંઘ્યા કરે છે. પણ હા, બપોરે ને રાત્રે જમવાનો સમય ચોક્કસ સાચવી લે છે હારો નૌટંકી. જેવો હરિહરનો સાદ પડે સડાક કરતો બેઠો થઈ જાય હરિ ૐ હરિ ૐ કરતોક..ખબર નહીં હજુ કેટલા દિવસ અહીં રોકાવાનો છે.પણ એક વાત હમોએ બરાબર નોટિસ કરી છે કે ચિંટુ પિંટુ હવે બાપજી પાછળ પહેલાંની જેમ ઘેલાં નથી થતાં. બાપજી ય આ વાત પામી ગયા છે એવું આપણું અનુમાન છે. ને અનુમાનની બાબતમાં હમો હજ્જુ સુધી ખોટા નથી પડેલા. મારવી છે શરત? એનીવેય્ઝ, આપણા નમૂનાઓ શું કરે છેતે જોઈએ. પાછું પેલું હમોને ઓછું સમજાય છે એવી જ રીતે બોલશે તો બંનેના માથે એક એકવાર ચાંચ મારી આવીશ ,લખી રાખો.
પિંટુ : પ્રભો..ઓ પ્રભો..

ચિંટુ : આગર બોલીશ કે પ્રભો ફ્રભો જ ઝૂડ્યા કરીશ હારા રોંચા?

પત્યું..આ બે ચાંચના લાગના જ છે આઈ સ્વેર. “ ચમ છ ચ્યોં છ હું કેય વાટ જ જવા ડેવ” જેવું તો જો કે સમજાવા માંડ્યું છે ,ખોટું શું બોલવાનું? પણ એવું બહુ વધુ પડતું બોલશે તો ડિક્શનરી લેવી પડશે. ડિક્શનરી પરથી યાદ આવ્યુ. તમારે પેલા ભાઈ છે ને એક સસી થરુ કે જે હોય તે.. ભયંકર ભારે ભારે અંગ્રેજી બોલે છે ,નહીં? ડિક્શનરીવાળા ય બિચારા કામે લાગી જતા હશે તમને કહું. અમારે એન્ટિલિયામાં નિરાંત. કોઈ કોઈની જોડે ખાસ બોલે જ નહીં. લો, આઈ જ જાવ. એ હા, પાછી કંઈક માણસરોળ થઈ . તમને માણસોને શાંતિથી રહેતા શું કાંટા વાગે છે એ ખબર પડતી નથી. જીવો અને જીવવા દો બાપા..છગનો રાતોપીળો થતો બાપજી બાજુ જતો દેખાય છે. ચિંટુલાલ પિંટુલાલ એઝ યુઝુઅલ પોતાનામાં જ મસ્ત છે. ઓહો, લખીડોશી ને ભીખીડોશી ય અત્યારે રસોડાને બદલે અહીં? મામલા જરા જ્યાદા ગરબડ લગતા હે.. હાલો હાલો જલદી ..

છગન : બાપજી યે આપ કે ચેલકે ચિંટુમારાજ પિંટુમારાજ કો બોલો હોં, મેરે મામલે મેં ડબડબ નહીં કરને કા.

બાપજી : હરિૐ ,સાંત બચ્ચા સાંત.. ક્રોધ સે બાત બિગડતી હે. હુઆ ક્યા હે વો બતાવો. ક્યા કિયા મેરે ભોલેભાલે બચ્ચોને? મરતે કો વો મર નહીં કહેતે.. કિસીકા કુછ નહીં બિગાડતે.. સબકા ભલા ચાહતે હે .. તુમારી બી મદદ કરને કો તૈયાર હોતે હે.. ગામ મેં કિસી કો કુછ વાંધા નહીં હે ઓર તુમ કો એસે ગાય જેસે ચિંટુપિંટુ સે ઈતના વાંધા ક્યું હે?

છગન : વાંધા યહી હે કે મેં ઇન સે જ્યાદા લાયક હું પર મેરી બાત કોઇ નહીં માનતા હે હાથીગઢ મેં ઓર યે લોગ તો માંડ માંડ બારમી પાસ હે તો ય આજુબાજુ કે ગામ મેં સે બી લોક સલાહ લેને આ જાતે હે. વો બી ઠીક હો ચલો પર મેરી સાદી નહીં હોતી તો યે લોક મેરી લખીડોશીકો સમજાને કે બદલે ભડકાતે હે કે મેરા હી વાંક હે ઇસ લિએ મેરી સાદી નહીં હો રહી ઓર યે બાત માન કે મેરી ડોસી મેરે વાંહે લગ જાતી હે.

બાપજી : મેરે બચ્ચોંને કહા હે તો ગલત નહીં હોગા. તુમારી માતાજી ક્યા કહેતી હે?

છગન: વો તો ચિંટુડે પિંટુડે ને જો પટ્ટી પઢાઈ હે વો હી બોલતી હે. વો બોલતી હે કે મેં ઇરસાલુ ઓર બહોત ગુસ્સેવાલા હું ઈસલિએ કોઈ બી લડકી મેરે કો સાદી કે લિએ બિના સોચે હી ના બોલ દેતી હે. બોલો, ઈન લોગોને કિતના મગજ મેં ભરાયા હોગા કે મેરી હી ડોસી મેરે કો એસા બોલતી હે.

લખીડોશી: હા તે બરાબર જ છે ચિંટુમારાજ ખોટું બોલે જ નય. તું છે જ એક નંબરનો ઈરસાળુ. ને ગુસ્સે થાય ત્યારે તો સાકસાત દુરવાસા જ જોઈ લો. ચિંટુમારાજને કહે કે તને કંઈ ઉપાય દેખાડે. તું ઘર માંડે પછી મને છો જમડો લઈ જાય.

ભીખીડોશી : તે હેં છગના, પેલી અંબેરિખાવારીને તેં ચમ ના કહી ? કેવી હારી છોડી હતી ઇમ કવ સુ. ધોરી ધોરી ને ગોટપીટ ગોટપીટેય પટપટ બોલતી તી, નઇ લખી?

પિંટુ : એ ભીખીમાહી, એ અંબેરિખાવારીએ આપડા નમૂનાને ના કહ્યલી ઓહે. આનો ગુસ્સો તો એના કરતાં ય પહેલો બઢે પોંહચી જતો છે હાચ્ચે. આ હવે ફેહબુકના જમાનામાં કંઈ છૂપું ની મલે. તમે એક રાડ પાડો ને એ રાડ પૂરી ઠાય તે પહેલાં તો ફેહબુક પર હો આવી જાય કે છગનલાલ વિફર્યા છે.

ચિંટુ: ભાઈ પિંટુ,તુ શોંતિ રાખ હવઅ. ભેંશના શિંગડા ભેંશને ભારી..

છગન : દેખા બાપજી? દેખા આપને? યે આપકે લાડકેને મેરે કો ભેંશ બોલા સબ કે સામને. ઓર મેરે કો શિંગડે હે એસા ભી બોલા.

બાપજી: હરિૐ... છગન, મેરે બચ્ચે તુમ કો તો મેં હુસિયાર સમજતા થા પણ તુમ તો ચિંટુપિંટુ સે થોડે સે હી જ્યાદા હુસિયાર હો. મેરે કો સમજ મેં આ ગયા કે ચિંટુને સિર્ફ કહેવત કહી હે. તુમ કો ભેંશ નહીં બોલા. અસલ મેં તુમ હુસિયાર તો હો પર અભી તુમારા મગજ ગુસ્સે મેં ઓર કુછ સોચને કી હાલત મેં નહીં હે.

ચિંટુ : જી બાપજી ,આ છગનો હાવ લઠ્ઠબુધ્ધિનો છ. હોંભર લઠ્ઠ.. ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિ લોપે બુધ્ધિનાશ, બુધ્ધિનાશે વિનાશ છે..મતબલ કે, તું જેટલો રાતોપીરો થયે તો વધારે ગોંડો થઈ જઈશ.. ને તનઅ કશું હારુ હૂજશે ય નઈ.. કશું હારુ કરવાનું ઈયાદ જ નઈ આવે .. ને કશું હારુ ના કર્યું હોય તો એવું આયખુ નકકોમુ.. બુધ્ધિ વનાના કામો કરીને દુખી થવાનું જ આવઅ ટણપા.. માટે કરીને ગુશ્શો થુંકી કાઢ મારા ભઈ.

બાપજી : વાહ વાહ ચિંટુ મારાજ, તુમ તો સચ મેં બોત વિદ્વાન હો ગયે ઈતને દિનોં મેં..વો મેં ને કિતાબેં દી થી ઉસકા મનન ચિંતન તુમ કો પુરી જિંદગી કામ આયેગા દેખના.

પિંટુ: બાપજી .. મેરા ક્યા હોગા એમ કહેવ જોમ..

બાપજી : તુમ ચિંટુ કા સાથ મત છોડના બચ્ચા, ભવસાગર પાર હો જાયેગા ..

છગન : એ ચિંટુ, હવે જો તુ મારી બાને મારા વિશે આડુતેડુ કહીશ તો મારા જેટલો ભૂંડો કોઈ નથી યાદ રાખજે.

પિંટુ: રઘલા કરતા હો ભૂંડો?

છગન : બાપજી મેં આપ કી સરમ ભર રહા હું ઈસ લિએ ચૂપ હું. બાકી યે પિંટુ કો અબ્બી કે અબ્બી ધો ડાલતા.. છો મેરે કો જેલ મેં જાના પડતા..

બાપજી: બસ બસ, ક્રોધ પર કાબૂ રખો બેટા.. પિંટુ, તુમ જા કે ઇન સબ કો પરસાદ દો.. પર ધ્યાન રહે વો ડબ્બાવાલા નહીં દેના હે. વો સિર્ફ તુમ દોનોં કે લિએ હે. ડબ્બે મેં અબ કિતના બચા હે વો ભી દેખ લો. ખતમ હોને કો હે તો મેં કુ઼છ વ્યવસ્થા કરતા હું પરસાદ કી..


ઓ મારા ભગવાન, ચિંટુ તો જબરી ઊંચી વાત કરી ગયો જોયું ને તમે? ને એ બોલતી વખતે એક હાથમાં કંઈ ઘૂમાવતો હોય એમ હાથ ઊંચો કરી દીધેલો એ જોયું? હમોને સુખડી ગજ્જબ યાદ આવી રહી છે.. ક્યાંકથી મળી જાય તો સારુ.. એન્ટિલિયા આંટો મારવો પડશે કે શું?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top