અલ્બાનિયાના વડાપ્રધાને ઈટાલીના PM મેલોનીનું ઘૂંટણીયે પડીને કર્યું સ્વાગત, જુઓ વીડિયો
ઘૂંટણો પર બેસીને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનું અભિવાદન કરવું અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને ગળે લગાવવું, અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ શુક્રવારે યુરોપિયન નેતાઓનું પોતાની અનોખી શૈલીમાં સ્વાગત કર્યું, જેને ભારે વરસાદ પણ ફિક્કો ન કરી શક્યો. તાજેતરની ચૂંટણીઓમાં સતત ચોથી વખત જીત મેળવનારા રામાએ ‘2030 સુધીમાં અલ્બેનિયાને યુરોપિયન યુનિયનમાં સામેલ કરવાના તેમના ચૂંટણી વચન સાથે યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી (EPC) કોન્ફરન્સમાં હાજરી આપતા 40 કરતા વધુ દેશોના નેતાઓનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન રામા દરેક મહેમાનને સ્મિત અને અલગ શૈલીમાં મળ્યા. સંમેલનની પૂર્વસંધ્યાએ, તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘તિરાનાથી, જ્યાં આજે આખું યુરોપ એકત્ર થયું છે અને જે આખી દુનિયા જોશે, હું તમારા બધાનું સ્વાગત કરું છું.’ શિખર સંમેલનની શરૂઆત થઈ એક રેડ કાર્પેટથી, જેના પર વાદળી છત્રી પકડીને ઉભા રહેલા રામાએ EPC લોગોવાળી ટાઈ અને પોતાના સિગ્નેચર સ્નીકર્સ પહેરીને યુરોપિયન નેતાઓનું સ્વાગત કરી રહ્યા હતા.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
જ્યારે ઇટાલીના વડાપ્રધાન મેલોની આવ્યા, ત્યારે રામા તેમની સામે ઘૂંટણ પર બેસી ગયા, જેમ તેઓ ઘણીવાર તેમની 'ઇટાલિયન બહેન' માટે કરે છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સ્કીને ખાસ માન આપતા, તેઓ પોતે તેમને ઓપેરા બિલ્ડિંગમાં લઈ ગયા, જ્યાં નેતા વાટાઘાટો કરવાના હતા. જ્યારે મેક્રોન આવ્યા, ત્યારે રામાએ મજાક કરતા કહ્યું કે, 'સન કિંગ આવી ગયા!' બંને નેતાઓ એકબીજાને ઉષ્માભર્યા અંદાજમાં ગળે મળ્યા અને પછી અંદર પ્રવેશ્યા.
2022માં રશિયાના યુક્રેન પર હુમલા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા શરૂ કરાયેલી આ EPC બેઠક તમામ EU સભ્ય દેશો અને 20 અન્ય દેશોને એક પ્લેટફોર્મ પર લાવે છે. આ બેઠકમાં યુક્રેન સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો હતો, સાથે જ ઇસ્તાંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અને પ્રવાસનના સવાલો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp