કેનેડા આવ્યું ભાનમાં! એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી દેવાની ખાલિસ્તાનીઓની ધમકી બાદ કેનેડામાં એલર્ટ,

કેનેડા આવ્યું ભાનમાં! એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી દેવાની ખાલિસ્તાનીઓની ધમકી બાદ કેનેડામાં એલર્ટ, જાણો

11/11/2023 World

Parimal Chaudhari

Parimal Chaudhari
Author

કેનેડા આવ્યું ભાનમાં! એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી દેવાની ખાલિસ્તાનીઓની ધમકી બાદ કેનેડામાં એલર્ટ,

ખાલિસ્તાની સંગઠને ૧૯મી નવેમ્બરના રોજ એર ઇન્ડિયાના પેસેંજર વિમાનને નિશાન બનાવવાની ધમકી આપી છે. એવામાં હવે એક સમયના ખાલિસ્તાનીઓના સમર્થક કેનેડાને પણ ભાન થયું હોય તેમ દાવો કર્યો છે કે અમે આ ધમકીઓને લઇને ચિંતિત છીએ અને પ્રશાસનને સંપૂર્ણપણે એલર્ટ કરી દેવામાં આવ્યું છે. કેનેડા અને અન્ય દેશોમાં સક્રિય ખાલિસ્તાનીઓએ અમદાવાદમાં રમાનારી ક્રિકેટ વિશ્વકપ ફાઇનલના દિવસે એર ઇન્ડિયાના વિમાનોને ટાર્ગેટ કરવાની ધમકી આપી હતી.


કેનેડાના ટ્રાન્સપોર્ટ મંત્રી પાબ્લો રોડ્રિગ્ઝે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે...

કેનેડાના ટ્રાન્સપોર્ટ મંત્રી પાબ્લો રોડ્રિગ્ઝે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે...

એવામાં કેનેડા સરકાર અને કેનેડાની  રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ એલર્ટ થઇ ગઇ છે અને દાવો કર્યો છે કે કોઇ પણ પ્રકારની આતંકીઓની ધમકીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. કેનેડાના ટ્રાન્સપોર્ટ મંત્રી પાબ્લો રોડ્રિગ્ઝે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે ઉડ્ડયન ક્ષેત્રે ઓનલાઇન ધમકીઓ મળી છે તેને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે. અમારા સુરક્ષા પાર્ટનરના સંપર્કમાં છીએ અને કેનેડિયન નાગરિકોની સુરક્ષા સાથે ચેડા નહી કરવા દઇએ. કેનેડિયન પોલીસે જણાવ્યું હતું કે જે ઓનલાઇન ધમકી મળી છે તે અત્યંત ગંભીર બાબત છે અને અમે સુરક્ષા માટે તૈયાર છીએ.

બીજી તરફ કેનેડામાં સક્રિય ભારત વિરોધી કટ્ટરવાદી ખાલિસ્તાનીઓને લઇને ભારતે અમેરિકા સાથે મામલો ઉઠાવ્યો છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રી એસ. જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કન અને સંરક્ષણ મંત્રી યાડ ઓસ્ટિન સાથે બેઠક યોજી હતી, જે દરમિયાન ખાલિસ્તાનીઓનો મામલો ઉઠાવ્યો હતો. ભારતે આવા તત્વો સામે કાર્યવાહી કરવા માટે અમેરિકા અને કેનેડા બન્ને સરકારોને કહ્યું છે. તાજેતરમાં જે ઓનલાઇન ધમકીઓ મળી રહી છે તે બાદ સુરક્ષાને લઇને અમે ચિંતિત છીએ.


અગાઉ ૧૯૮૫માં ખાલિસ્તાનીઓએ એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી દીધુ હતું

અગાઉ ૧૯૮૫માં ખાલિસ્તાનીઓએ એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી દીધુ હતું

કેનેડાની ધરતી પર કેનેડિયન સરકાર ખાલિસ્તાનીઓને ખુલ્લુ સમર્થન આપી રહી છે, જે ભારત વિરોધી કૃત્યો કરી રહ્યા છે. તાજેતરમાં એક ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યા માટે કેનેડાએ ભારત પર શંકા કરી હતી. જે બાદ બન્ને દેશો વચ્ચે વિવાદ વધી ગયો છે. કેનેડાએ ભારતમાંથી પોતાના ૪૧ અધિકારીને પરત બોલાવી લીધા છે. એવા સમયે ખાલિસ્તાનીઅઓએ ખુલ્લેઆમ એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. અગાઉ ૧૯૮૫માં ખાલિસ્તાનીઓએ એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી દીધુ હતું જેમાં ૨૬૮ કેનેડિયન, ૨૭ બ્રિટિશ, ૨૪ ભારતીયો સહિત ૩૨૯ માર્યા ગયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top