ભારત-અમેરિકા વચ્ચેના ટેરિફ તણાવ વચ્ચે ભારતીય સેના પહોંચી અમેરિકાના અલાસ્કામાં! જાણો શું છે આ મા

ભારત-અમેરિકા વચ્ચેના ટેરિફ તણાવ વચ્ચે ભારતીય સેના પહોંચી અમેરિકાના અલાસ્કામાં! જાણો શું છે આ મામલો?

09/02/2025 World

SidhiKhabar

SidhiKhabar

ભારત-અમેરિકા વચ્ચેના ટેરિફ તણાવ વચ્ચે ભારતીય સેના પહોંચી અમેરિકાના અલાસ્કામાં! જાણો શું છે આ મા

દેશ-દુનિયામાં ખૂબ ચર્ચિત એવા ટેરિફ અંગેના વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાએ અલાસ્કામાં અત્યાર સુધીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ સાથે માલાબાર નૌકાદળના યુદ્ધાભ્યાસનું પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવશે. જેમાં ક્વાડના તમામ દેશો ભાગ લેશે. ભારતીય સેનાની એક ટીમ 'યુદ્ધ અભ્યાસ 2025' ના સંયુક્ત લશ્કરી અભ્યાસમાં ભાગ લેશે. આ અભ્યાસ 1 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે.


ભારત-અમેરિકાનો આ ૨૧મો સંયુક્ત યુદ્ધાભ્યાસ

તમને જણાવી દઈએ કે 'યુદ્ધ અભ્યાસ' ભારત અને અમેરિકા વચ્ચે દર વર્ષે યોજાતી એક મોટી લશ્કરી કવાયત છે. તેનો ઉદ્દેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે વહેંચાયેલ તાલીમ, સંકલન અને લડાઇ કૌશલ્ય વધારવાનો છે. આ તેની 21મી આવૃત્તિ છે અને આ વખતે તે અમેરિકાના બરફીલા અને પર્વતીય પ્રદેશ અલાસ્કામાં યોજાઈ રહી છે.

આ કવાયતમાં ભારત તરફથી આ વખતે મદ્રાસ રેજિમેન્ટના સૈનિકો ભાગ લઈ રહ્યા છે. બીજી તરફ અમેરિકા તરફથી આ કવાયતમાં 11મી એરબોર્ન ડિવિઝનની 1લી બટાલિયન, 5મી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ (બોબકેટ્સ)ના સૈનિકો ભાગ લઈ રહ્યા છે. બંને ટીમોના સૈનિકો બે અઠવાડિયા સુધી સાથે મળીને વિવિધ પ્રકારની યુદ્ધ કવાયત કરશે. બંને સેનાઓ આ અભ્યાસમાં હેલિબોર્ન ઓપરેશનનો સમાવેશ કરશે. જેમાં સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા દુશ્મનના પ્રદેશમાં લઈ જવામાં આવશે.



ટેકનીકલ તાલીમોનું આદાન-પ્રદાન

આ ઉપરાંત પર્વતીય વિસ્તારોમાં યુદ્ધ તકનીકોમાં પણ તાલીમ આપવામાં આવશે. સૈનિકો માનવરહિત વિમાન પ્રણાલી (UAS) અને તેનો સામનો કરવાની ટેકનિક શીખશે. ઘાયલ સૈનિકોને મદદ કરવા અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાની તાલીમ પણ આ અભ્યાસનો એક ભાગ હશે. આ કવાયત દરમિયાન બને દેશના સૈનિકો એકબીજા સાથે વ્યૂહરચના, ટેકનોલોજી અને અનુભવ શેર કરશે. બંને સેનાઓના નિષ્ણાતો UAS કામગીરી, માહિતી યુદ્ધ, સંદેશાવ્યવહાર અને લોજિસ્ટિક્સ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા કરશે.

નોંધનીય છે કે, આ કવાયત બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવે છે અને પરસ્પર વિશ્વાસ વધારે છે. ઉપરાંત, તે સંયુક્ત રાષ્ટ્ર મિશન અને ઘણા દેશોની સેનાઓ સાથે મળીને કામ કરવાની તૈયારીનો એક ભાગ છે.

 

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top