Gujarat Politics : "સપનાનો વેપાર કરવાવાળાને ગુજરાતમાં...."- અમિત શાહનો કેજરીવાલ પર મોટો પ્રહાર;

Gujarat Politics : "સપનાનો વેપાર કરવાવાળાને ગુજરાતમાં...."- અમિત શાહનો કેજરીવાલ પર મોટો પ્રહાર; જાણો દેશના ગૃહમંત્રીએ બીજું શું કહ્યું

09/13/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Politics :

ગુજરાત ડેસ્ક : ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા હવે આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે સીધો શાબ્દિક યુદ્ધ છેડાયું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કહ્યું કે જે લોકો સપનાનો બિઝનેસ કરે છે તેમને ગુજરાતમાં સફળતા નહીં મળે.


ગુજરાતમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે

ગુજરાતમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે

અમિત શાહે કહ્યું કે હું ગુજરાતના લોકોને સારી રીતે ઓળખું છું, સપનાનો વેપાર કરનારાઓને અહીં સફળતા નહીં મળે. ગુજરાતી માણસને પણ જાણે છે અને તેનું કામ પણ જાણે છે. જે માણસ અને તેના કામને જાણે છે. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેવાના છે. ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે.


શાહના નિવેદન પર કેજરીવાલની પ્રતિક્રિયા

શાહના નિવેદન પર કેજરીવાલની પ્રતિક્રિયા

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શાહના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે હું કહી રહ્યો છું કે ભાજપ પર વિશ્વાસ ન કરો. તે સપના બતાવે છે. કેજરીવાલે કહ્યું કે તેઓ (અમિત શાહ) સાચું બોલ્યાં છે. તેઓ તેમની પાર્ટી વિરૃદ્ધ બોલી રહ્યાં છે. જે પણ આવીને કહે કે હું 15 લાખ રૂપિયા બેંક ખાતામાં જમા કરાવી દઈશ, તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો. જે પણ કહે કે દિલ્હીમાં વીજળી મફત કરવામાં આવી છે, પંજાબમાં વીજળી મફત કરવામાં આવી છે, તેથી હું ગુજરાતમાં પણ તેમના પર વિશ્વાસ કરીશ. તે યોગ્ય વ્યક્તિ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top