પત્નીએ ઝઘડામાં કહી દીધું એવું કડવું સત્ય કે પતિએ કર્યું DNA પરીક્ષણ અને પછી..
પતિ-પત્નીના ઝઘડામાં મોટા ભાગે બહેસ દરમિયાન લોકો ગુસ્સામાં કંઈક એવું બોલી દતા હોય છે, જેનાથી પરિવાર તૂટવાની સ્થિતિ આવીને ઉભી રહી જાય છે. કેટલીક વાર લોકો એવું સત્ય બોલી દે છે, જે તેણે વર્ષોથી સંતાડીને રાખ્યું હોય છે. એક વ્યક્તિએ રેડિટના પર પોતાની પરિણીત જિંદગીના ખતરનાક કહાની બતાવી છે.
તેણે જણાવ્યું કે, એક રાત્રીના ઝઘડા દરમિયાન પત્નીએ મારી દીકરીને લઈને મને કહ્યું કે, તું તેનો પિતા નથી, પરંતુ કોઈ બીજું છે. એ વાતથી હું હેરાન થઇ ગયો અને એ વાત મારા મનમાં બેસી ગઈ. મેં DNA ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો, જેથી મને ખબર પડી શકે કે તે મારી દીકરી છે કે નહીં. ચૂપચાપ બહાર જઈને DNA કીટ લેતો આવ્યો. પરીક્ષણના બરાબર 48 કલાક બાદ પરિણામ મળ્યું, તેનાથી તેણે રાહતના શ્વાસ લીધા. તે તેની જ દીકરી હતી, એટલે કે પત્નીએ જે કંઇ કહ્યું હતું એ અસત્ય હતું, પરંતુ પત્નીની વાત ત્યારે પણ તેના મનમાં ફરી રહી હતી એટલે તેણે પોતાની પત્નીને ખોટું બોલવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું કે, તેને DNA ટેસ્ટથી ખબર પડી ચૂકી છે આ દીકરી તેની નથી. એ સાંભળતા જ પત્ની ગભરાઈ અને તેણે જે સ્વીકાર્યું એ હેરાન કરનારું હતું. તેણે જણાવ્યું કે, તે પોતાના પતિના જ જૂના મિત્ર સાથે સંબંધમાં હતી એટલે તેને લાગે છે કે આ દીકરી પણ તેની જ છે.
તેણે વધુમાં લખ્યું કે, મારી પત્નીએ મને જણાવ્યું કે જ્યારે થોડા સમય માટે તે પતિથી અલગ થઈ હતી તો તેને ખબર પડી હતી કે તે (પતિ) બીજી સ્ત્રીઓ સાથે ડેટ કરી રહ્યો છે. એ વાતના ગુસ્સામાં તેણે પતિના મિત્ર સાથે સંબંધ બનાવ્યા. ત્યારબાદ લગ્ન સંબંધમાં બધુ સારું થઈ ગયું અને થોડા જ સમયમાં તેની દીકરીનો જન્મ થયો એટલે તેને વિશ્વાસ હતો કે તેની દીકરી પતિના મિત્રની છે. પત્ની દ્વારા બધુ બતાવ્યા બાદ મેં તેને DNA ટેસ્ટનું સત્ય બતાવ્યું. અંતમાં ઘણા સમય સુધી તે મને ગળે લગાવીને રડતી રહી, પરંતુ તેણે જે કર્યું તેના માટે હું તેને ક્યારેય માફ નહીં કરું. આ સંબંધ પૂરા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp