'અમે તમારા જનરલને અમારા બૂટની અણીએ રાખીએ છીએ', પાકિસ્તાની પોલીસે મુનીરની સેનાની કરી દીધી બોલતી

'અમે તમારા જનરલને અમારા બૂટની અણીએ રાખીએ છીએ', પાકિસ્તાની પોલીસે મુનીરની સેનાની કરી દીધી બોલતી બંધ, જુઓ વીડિયો

05/02/2025 World

SidhiKhabar

SidhiKhabar

'અમે તમારા જનરલને અમારા બૂટની અણીએ રાખીએ છીએ', પાકિસ્તાની પોલીસે મુનીરની સેનાની કરી દીધી બોલતી

ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાડોશી દેશ પાકિસ્તાનમાં સેના અને પોલીસ વચ્ચે અથડામણ થઈ ગઈ. પરિસ્થિતિ એવી બની ગઈ કે પોલીસે પાકિસ્તાની સેના પર AK-47 બંદૂકો તાણી દીધી. આ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લક્કી મારવાતની હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસના તેવર જોઈને પાકિસ્તાની સેનાને તે જગ્યા પરથી ભાગવું પડ્યું.


લશ્કરી અધિકારીઓ પર તાણી દીધી બંદૂકો

લશ્કરી અધિકારીઓ પર તાણી દીધી બંદૂકો

એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે પાકિસ્તાની સૈનિકો અને તેમના ઉચ્ચ અધિકારીઓને પણ ખરું-ખોટું સંભળાવી દીધું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે પાકિસ્તાની સેનાના અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં પ્રવેશવા માગતા હતા, પરંતુ પશ્તુન પોલીસ અધિકારીઓએ સેનાના કાફલાને પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા અટકાવ્યા. એટલું જ નહીં, પોલીસ અધિકારીઓએ સેનાના જવાનો પર પોતાના હથિયારો તાણી દીધા.

આ ઘટનામાં અત્યાર સુધી કોઈ હિંસાના સમાચાર આવ્યા નથી. આ ઘટનાને પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ વચ્ચેની અથડામણ તરીકે જોવામાં આવી રહી છે. દલીલ દરમિયાન, પોલીસ કર્મચારીઓએ પાકિસ્તાની સેનાના જવાનોને ટોણા પણ માર્યા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી ડરેલું છે.


'અમે તમારા જનરલને અમારા બૂટની અણીએ રાખીએ છીએ'

'અમે તમારા જનરલને અમારા બૂટની અણીએ રાખીએ છીએ'

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક સેનાના જવાનો એક ઇમારત નીચે ઊભા છે અને છત પરથી પોલીસકર્મીઓ તેમને ત્યાંથી જવા માટે કહી રહ્યા છે. કેટલાક પોલીસ કર્મચારીઓ સેના પર AK-47 બંદૂકો તાકતા જોવા મળે છે. વીડિયોમાં, એક પોલીસકર્મીને સ્પષ્ટપણે કહેતા સાંભળી શકાય છે કે, તમે પાગલ છો, કાશ્મીર જાવ ને... અહીં શું કરી રહ્યા છો. જો તમારો જનરલ આવે તો પણ કંઈ નહીં કરી શકો. જનરલને પણ અમે અમારા બૂટ અણીએ રાખીએ છીએ. પંજાબ (પાકિસ્તાન) અહીં બદમાશી કરી રહ્યું છે. યાદ રાખજો કે આ લક્કી મારવાત પોલીસ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top