એલન મસ્કનું મોટું એલાન! whatsaapની ઊંઘ કરી હરામ, ઓડિયો અને વિડિયો કૉલ્સ માટે કોઈ ફોન નંબરની જરૂ

એલન મસ્કનું મોટું એલાન! whatsaapની ઊંઘ કરી હરામ, ઓડિયો અને વિડિયો કૉલ્સ માટે કોઈ ફોન નંબરની જરૂર પડશે નહીં, જાણો

08/31/2023 World

SidhiKhabar

SidhiKhabar

એલન મસ્કનું મોટું એલાન! whatsaapની ઊંઘ કરી હરામ, ઓડિયો અને વિડિયો કૉલ્સ માટે કોઈ ફોન નંબરની જરૂ

એલન મસ્કે ફરી એકવાર X (અગાઉ ટ્વિટર)ને લઈ મોટો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે, એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) નો હવાલો સંભાળ્યો ત્યારથી તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જોકે હવે એલન મસ્કના એક એલાનથી WhatsAppની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિગતો મુજબ એલન મસ્કે જણાવ્યું હતું કે, હવે  X (અગાઉ ટ્વિટર) પર ઑડિયો અને વીડિયો કૉલ્સની સુવિધા મળશે. જોકે વિડિયો અને ઑડિયો કૉલ્સ ખાસ વાત એ છે કે વીડિયો કે ઓડિયો કોલ માટે મોબાઈલ નંબરની જરૂર નહીં પડે.

એલન મસ્કે X પરની તેમની એક પોસ્ટમાં કહ્યું કે, ઓડિયો અને વિડિયો કૉલ્સ માટે કોઈ ફોન નંબરની જરૂર પડશે નહીં. એક્સ ચીફે કહ્યું કે, ઓડિયો અને વીડિયો કોલની સુવિધા iOS, Android, Mac અને PC પર કામ કરશે.


વૉઇસ અને વિડિયો કૉલિંગ સુવિધા શરૂ થવાની ધારણા

વૉઇસ અને વિડિયો કૉલિંગ સુવિધા શરૂ થવાની ધારણા

એલન મસ્ક તેમની લોકપ્રિય એપ Xને સુપર એપમાં કન્વર્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ દિશામાં તેમણે આ મોટી જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર X પર વૉઇસ અને વીડિયો કૉલિંગની સુવિધા સપ્ટેમ્બરની શરૂઆતથી શરૂ થવાની આશા છે.


ડાયરેક્ટ મેસેજ સેક્શનમાં ઓપ્શન મળશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુઝર્સને ડાયરેક્ટ મેસેજ સેક્શનમાંથી ઓડિયો કે વીડિયો કોલ કરવાનો વિકલ્પ મળશે. જોકે આ ફીચર કોના માટે હશે અને કોના માટે નહીં તે જાહેર કરવામાં આવ્યું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top