ઓલિમ્પિક પહેલા પેરિસમાં 5 લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યો! વીડિયો સામે આવતાં હોબાળો મચી ગયો

ઓલિમ્પિક પહેલા પેરિસમાં 5 લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યો! વીડિયો સામે આવતાં હોબાળો મચી ગયો

07/24/2024 World

SidhiKhabar

SidhiKhabar

ઓલિમ્પિક પહેલા પેરિસમાં 5 લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યો! વીડિયો સામે આવતાં હોબાળો મચી ગયો

Gangrape Of Australian Woman: ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક એક મોટી ઈવેન્ટ બનવા જઈ રહી છે. પરંતુ આ પહેલા ત્યાં અત્યંત બર્બરતાપૂર્ણ ઘટના  સામે આવી છે. એક 25 વર્ષીય ઓસ્ટ્રેલિયન મહિલા પર 5 લોકોએ કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના ઓલિમ્પિકના થોડા દિવસો પહેલા બની હતી. આ બનાવના કેટલાક વિડીયો ફૂટેજીસ પણ બહાર આવતા આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.


દુકાનમાં જઈને મદદ માંગી, તો ત્યાં પણ બળાત્કારી ધસી આવ્યો!

દુકાનમાં જઈને મદદ માંગી, તો ત્યાં પણ બળાત્કારી ધસી આવ્યો!

વાસ્તવમાં, આ ઘટના સાથે સંબંધિત એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે કેવી રીતે આ ભયાનક ઘટના બાદ મહિલા કબાબની દુકાનમાં જઈને મદદ માંગી રહી હતી. તેણીનો ડ્રેસ ફાટી ગયો હતો અને કોઈક રીતે એને શરીર પાર ટકાવી રાખવા માટે એ માંથી રહી હતી. સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતું કે મહિલા દુકાનની અંદર દોડીને ત્યાંના લોકો પાસે મદદ માટે વિનંતી કરતી જોવા મળી હતી. દુકાનના કર્મચારીઓ અને ગ્રાહકો તેને સાંત્વના આપવા તેની આસપાસ એકઠા થયા હતા.

આઘાતજનક રીતે, તે જ ક્ષણે, એક માણસ દુકાનમાં આવ્યો અને મહિલાએ તેને તેના હુમલાખોરોમાંના એક તરીકે ઓળખ્યો. આ વ્યક્તિ ફરી મહિલા પર હુમલો કરતો જોવા મળ્યો હતો. પરંતુ અન્ય ગ્રાહકનો સામનો થતાં તે ભાગી ગયો હતો. બાદમાં સ્ટાફે તરત જ મહિલાની મદદ કરી અને તેને હોસ્પિટલ લઈ ગઈ.


પાંચ લોકોએ ઘેરી લીધી હતી

પાંચ લોકોએ ઘેરી લીધી હતી

અહેવાલો અનુસાર, આ મહિલા Moulin Rouge આસપાસના વિસ્તારમાં ફરતી હતી અને તે પોતે પણ નશામાં હતી. એ પછી તે પાંચ લોકોએ તેને ઘેરી લીધી. આ પાંચેય જણ આફ્રિકન મૂળના હોવાનું કહેવાય છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પેરિસમાં ઓસ્ટ્રેલિયન દૂતાવાસે ફ્રાન્સની રાજધાનીમાં હુમલાનો ભોગ બનેલા તેના એક નાગરિકને મદદ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે સમજીએ છીએ કે આ એક ભયાનક અનુભવ છે અને અમે મદદ કરવા તૈયાર છીએ." પીડિતાની ગોપનીયતાના રક્ષણ માટે વધુ માહિતી આપવામાં આવી નહોતી. દરમિયાન, ઓલિમ્પિક માં રમવા આવેલી ઓસ્ટ્રેલિયન ઓલિમ્પિક ટીમે પણ કહ્યું કે તેઓ આ ગુનાથી વાકેફ છે. સુરક્ષાને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે ટીમ ચીફે ખેલાડીઓને પેરિસ ગેમ્સ દરમિયાન વધારાની સાવચેતી રાખવા વિનંતી કરી છે.

શુક્રવારથી શરૂ થઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સને લઈને પેરિસ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. આ ગેમ્સ 11 ઓગસ્ટ સુધી ચાલશે, જે દરમિયાન શહેરમાં દરરોજ 35,000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે, જે ઉદઘાટન સમારોહ માટે વધીને 45,000 થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top