IPL ૨૦૨૪ની શરૂઆત પહેલા આ જાણીતી ટીમે કર્યો મોટો બદલાવ, જેની હિંટ પહેલા જ મળી ગઈ હતી, જાણો વિગતે

IPL ૨૦૨૪ની શરૂઆત પહેલા આ જાણીતી ટીમે કર્યો મોટો બદલાવ, જેની હિંટ પહેલા જ મળી ગઈ હતી, જાણો વિગતે

03/21/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL ૨૦૨૪ની શરૂઆત પહેલા આ જાણીતી ટીમે કર્યો મોટો બદલાવ, જેની હિંટ પહેલા જ મળી ગઈ હતી, જાણો વિગતે

22મી માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝનમાં એક મોટો ઉલટફેર સામે આવ્યો છે. આઈપીએલ શરૂ થાય તેના એક દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝી દ્વારા એક  મોટો  નિર્ણય લેવાયો છે કે, આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

અત્રે જણાવવાનું કે 27 વર્ષના સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈની ટીમનું નેતૃત્વ સંભાળશે અને તેઓ ટીમના ચોથા કેપ્ટન બનશે. આ અગાઉ ધોની ઉપરાંત રવિન્દ્ર જાડેજા, અને સુરેશ રૈના પણ કેપ્ટનશીપ સંભાળી ચૂક્યા છે. ધોનીએ 212 મેચોમાં ચેન્નાઈની ટીમનું નેતૃત્વ સંભાળેલુ છે. જ્યારે જાડેજાએ 8 મેચ અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશીપ સંભાળી છે.


ધોનીએ આપી દીધી હતી હિંટ

ધોનીએ આપી દીધી હતી હિંટ

42 વર્ષના ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. પરંતુ તેઓ આઈપીએલ રમે છે. તેમણે પોતાની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વાર  ખિતાબ અપાવ્યો છે. ધોનીની કેપ્ટનશીપમાં જ ટીમે ગત સીઝન 2023માં પણ ખિતાબ જીત્યો હતો. ત્યારે તેમણે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવી હતી.

ધોનીએ હાલમાંજ પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટમાં સંકેત આપ્યો હતો કે તેઓ હવે IPL 2024માં નવી ભૂમિકામાં જોવા મળી શકે છે. તેમની આ પોસ્ટે ફેન્સના હ્રદયના ધબકારા વધારી દીધા હતા. ધોનીએ પોસ્ટમાં લખ્યું હતું કે નવી સીઝન અને નવી 'ભૂમિકા' માટે ઈન્તેજાર કરી શકતો નથી. પોતાની આ પોસ્ટમાં માહીએ ખુલાસો નહતો કર્યો કે તેઓ  કઈ ભૂમિકા ભજવવાના છે. પણ હવે તે પોસ્ટથી તમામ વાતો ક્લીયર થઈ ગઈ છે.



ઋતુરાજ ગાયકવાડની કારકિર્દી

ઋતુરાજ ગાયકવાડની કારકિર્દી

ઋતુરાજ દશરત ગાયકવાડ એક ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર માટે અને IPL (ડોમેસ્ટિક અને IPL ટીમ)માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. તે જમણા હાથનો બેટ્સમેન છે અને જમણા હાથથી ઓફ બ્રેક બોલિંગ કરે છે. તેણે જુલાઈ 2021માં ભારતીય ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. 2019 ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજીમાં ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા ખરીદવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબર 2021ના રોજ, ગાયકવાડે રાજસ્થાન રોયલ્સ સામે તેની પ્રથમ IPL સદી ફટકારી હતી. તેણે 2021 IPLમાં 635 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી અને તેને ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. 2022 IPL મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ગાયકવાડને ₹6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top