ધોનીની કેપ્ટન્સીવાળી ટીમનો આ દિગ્ગજ IPLની આગામી સીઝનથી થયો બહાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝન અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને મોટો ઝટકો લાગ્યો છે. બેન સ્ટોક્સ IPL 2024નો હિસ્સો નહીં હોય. ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટે સત્તાવાર રૂપે આ વાતની પુષ્ટિ કરી દીધી છે. ગત દિવસોમાં બેન સ્ટોક્સ વર્લ્ડ કપ દરમિયાન મેદાન પર દેખાયો હતો. જો કે, આ દિગ્ગજ ઓલરાઉન્ડરે વન-ડે ફોર્મેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ વર્લ્ડ કપ માટે પોતાના નિર્ણયથી યુટર્ન લઈ લીધું હતું. આ પ્રકારે બેન સ્ટોક્સ વર્લ્ડ કપમાં રમ્યો.
ગત દિવસોમાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચેન્નાઈ સુપર કિંગ્સ બેન સ્ટૉક્સને રીલિઝ કરી દેશે. ઉલ્લેખનીય છે કે, IPL ઓક્શન 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટૉક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદીને પોતાની સાથે જોડ્યો હતો. તે IPL 2023ની સીઝન માટે માત્ર 2 જ મેચ રમી શક્યો હતો અને એક જ ઓવર નાખી હતી.એમ માનવામાં આવી રહ્યું હતું કે બેન સ્ટોક્સ આખી સીઝન ઉપલબ્ધ નહીં રહે. આ કારણે તેને રીલિઝ કરી દેવામાં આવશે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટે બેન સ્ટોક્સ પર ભરોસો વ્યક્ત કર્યો છે.
CSK confirm#csk #benstokes pic.twitter.com/dSpsJl2R9p — RVCJ Sports (@RVCJ_Sports) November 23, 2023
CSK confirm#csk #benstokes pic.twitter.com/dSpsJl2R9p
નોંધનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમાશે. આ સીરિઝની પહેલી મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે. ત્યારબાદ સીરિઝની મેચ વિશાખાપટ્ટનમ, રાજકોટ, રાંચી અને ધર્મશાળામાં રમાશે. બેન સ્ટોકસે વર્લ્ડ કપ દરમિયાન કહ્યું હતું કે, મને આશા છે કે ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ અગાઉ ફિટ થઈ જઈશ. વર્લ્ડ કપ બાદ મારી સર્જરી થશે, પરંતુ ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ સુધીમાં ઉપલબ્ધ થઈ જઈશ. ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ જાન્યુઆરીના અંતમાં રમાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp