હવે મને લાગે છે કે.. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ BJPના મુસ્લિમ નેતા શાહનવાજ હુસેનનું મોટું નિવ

હવે મને લાગે છે કે.. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ BJPના મુસ્લિમ નેતા શાહનવાજ હુસેનનું મોટું નિવેદન

01/23/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

હવે મને લાગે છે કે.. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ BJPના મુસ્લિમ નેતા શાહનવાજ હુસેનનું મોટું નિવ

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થયા. પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન દરમિયાન ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બધા યજમાન ઉપસ્થિત રહ્યા. તો હવે ભાજપ નેતા શાહનવાજ હુસેને (Shahnawaz Hussain) મોટી વાત કહી છે.


મને લાગે છે કે દેશમાં કોઈ વિવાદ નહીં રહે: શાહનવાજ હુસેન

મને લાગે છે કે દેશમાં કોઈ વિવાદ નહીં રહે: શાહનવાજ હુસેન

ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા શાહનવાજ હુસેને કહ્યું કે, હવે મને લાગે છે કે દેશમાં કોઈ વિવાદ નહીં રહે. બધા લોકો એક સાથે ખુશીથી રહેશે. ભગવાન રામ બધાના છે.'


આ નવા ભારતનો ચહેરો છે-ઈમામ ડૉ. ઈમામ ઉમેર અહમદ ઇલિયાસી

આ નવા ભારતનો ચહેરો છે-ઈમામ ડૉ. ઈમામ ઉમેર અહમદ ઇલિયાસી

અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થયેલા અખિલ ભારતીય ઈમામ સંગઠનના મુખ્ય ઈમામ ડૉ. ઈમામ ઉમેર અહમદ ઇલિયાસીએ કહ્યું કે, 'આ નવા ભારતનો ચહેરો છે. આપણો સૌથી મોટો ધર્મ માનવતા છે. અમારા માટે રાષ્ટ્ર પહેલું છે.'


LJP પ્રમુખ ચિરાગ પાસવાને કરી ટ્વીટ

LJP પ્રમુખ ચિરાગ પાસવાને કરી ટ્વીટ

તો LJP પ્રમુખ ચિરાગ પાસવાન પણ ભવ્ય સમારોહના સાક્ષી બન્યા. તેમણે પોતાના X હેન્ડલ પર શુભેચ્છા આપતા લખ્યું કે, અયોધ્યાધામમાં શ્રી રામલલા સરકારની વિગ્રહ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા પર દેશવાસીઓને હાર્દિક શુભેછા. પોતાના પૂર્વજોના 500 વર્ષની તપસ્યાના પરિણામ સ્વરૂપ આ ઐતિહાસિક સંસ્કૃતિ ઉત્સવના સાક્ષી બનવાનું મારા માટે સૌભાગ્યનો વિષય છે. આજે અયોધ્યાધામ આવીને અભિભૂત અને ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top