મોદી સરકારની વાપસીનું સેલિબ્રેશન મનાવવા પર છરાનો વાર, કેમ ગુસ્સામાં હતા હફીજ અને શાકિર સહિત 5 લ

મોદી સરકારની વાપસીનું સેલિબ્રેશન મનાવવા પર છરાનો વાર, કેમ ગુસ્સામાં હતા હફીજ અને શાકિર સહિત 5 લોકો?

06/11/2024 National

SidhiKhabar

SidhiKhabar

મોદી સરકારની વાપસીનું સેલિબ્રેશન મનાવવા પર છરાનો વાર, કેમ ગુસ્સામાં હતા હફીજ અને શાકિર સહિત 5 લ

નરેન્દ્ર મોદી સરકારની વાપસીનું સેલિબ્રેશન મનીવીને પરત ફરી રહેલા ભાજપના 2 કાર્યકર્તાઓ પર કર્ણાટકમાં મંગલૂરમાં 5 લોકોએ હુમલો કરી દીધો. આ લોકોએ ભાજપના કાર્યકર્તાઓ પર છરા વડે હુમલા કર્યા, જે હાલમાં હૉસ્પિટલમાં એડમિટ છે. તેમાંથી એક જોખમથી બહાર બતાવવામાં આવી રહ્યો છે, જ્યારે બીજાનું ઓપરેશન થવાનું છે. પોલીસ કમિશનર અનુપમ અગ્રવાલે જણાવ્યું કે, આ ઘટનામાં 41 વર્ષીય હર્ષ અને 24 વર્ષીય નંદકુમાર હુમલો થયો હતો. બંને મોદી સરકારની વાપસીના અવસર પર આયોજિત એક વિજય જુલૂસમાં હિસ્સો લેવા ગયા હતા અને ત્યાંથી ફરી રહ્યા હતા.


ભાજપના વર્કર્સ પર નારેબાજીનો આરોપ

ભાજપના વર્કર્સ પર નારેબાજીનો આરોપ

બીજા પક્ષે આરોપ લગાવ્યો કે, આ લોકોએ ધાર્મિક સ્થળ બહાર નારેબાજી કરી હતી, ત્યારબાદ તેમની સાથે ઘર્ષણ થઈ ગયું. ભાજપના કાર્યકર્તાઓ પર છરાથી હુમલો કરવાના આરોપમાં મોહમ્મદ શાકીર, અબ્દુલ રજ્જાક, અબુ બકર સીદ્દિકી, સવાદ અને હફીઝની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે કહ્યું કે, આ વિવાદ એક વખત બહાર આવ્યો હતો. અહી 20-25 બાઇક સવાર યુવકોએ ભાજપ કાર્યકર્તાઓનો પીછો કર્યો હતો. એ બંને ભાજપના વર્કર્સ પર આરોપ હતો કે તેમણે નારેબાજી કરી હતી.


કર્ણાટકમાં નવો વિવાદ છેડાઈ શકે છે

કર્ણાટકમાં નવો વિવાદ છેડાઈ શકે છે

પોલીસે આ મામલે મસ્જિદ સાથે જોડાયેલા પી.કે. અબ્દુલ્લાની અરજી પર કેસ નોંધ્યો છે. અબ્દુલ્લાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, ભાજપના કાર્યકર્તા ઉશ્કેરણીજનક નારા લગાવી રહ્યા હતા. એ સિવાય ત્યાં બહાર ઊભા લોકોને ગાળો આપી હતી. આ મામલે સાંપ્રદાયિક હિસાબે સંવેદનશીલ કર્ણાટકમાં નવો વિવાદ છેડાઈ શકે છે. હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને ભાજપ આરોપ લગાવતી રહી છે કે તે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં 240 સીટ જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી NDAના ઘટકદળોના સમર્થનથી સરકાર બનાવી છે અને રવિવારે આખા મંત્રી પરિષદ સાથે શપથ ગ્રહણ કર્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top