BJP Manifesto: દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે હવે થોડા જ દિવસો બાકી છે. આવી સ્થિતિમાં, તમામ રાજકીય પક્ષો જનતાને આકર્ષવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. તમામ પક્ષોના ટોચના નેતાઓ અને સ્ટાર પ્રચારકો મતદારો સુધી પોતાનો એજન્ડા પહોંચાડવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ભાજપના સંકલ્પ પત્ર-3.0નું લોન્ચિંગ કર્યું. ભાજપે ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. આ પ્રસંગે અમિત શાહે અરવિંદ કેજરીવાલને આડેહાથ લીધા. ભાજપના નેતાએ કહ્યું કે તેમણે પોતાના જીવનમાં અરવિંદ કેજરીવાલ જેવા જૂઠા ક્યારેય જોયા નથી.
સંકલ્પ પત્ર ૩ અંગે અમિત શાહે કહ્યું કે અનધિકૃત વસાહતોમાં બાંધકામ, ખરીદી અને વેચાણની મંજૂરી આપવામાં આવશે. દિલ્હીના નિયમો અનુસાર ઉત્પાદન અને વેચાણનો અધિકાર રહેશે. સીલ કરાયેલી 13,000 દુકાનો અંગે કાયદાકીય ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે. ન્યાયિક સત્તામંડળની રચના કરીને, સીલબંધ દુકાનો ખોલવામાં આવશે.
શાહે જણાવ્યું હતું કે 1947થી સ્થાયી થયેલી લાજપત નગર, કિંગ્સવે કેમ્પ, શરણાર્થી વસાહતોની લીઝ લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, બધી વસાહતોને આપેલ જમીનના માલિકી હકો આપવામાં આવશે. આ સાથે, LNDO માર્કેટને ફ્રીહોલ્ડ કરવાનું કામ પણ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે ગિગ વર્કર્સ વેલ્ફેર બોર્ડની રચના કરવામાં આવશે. આનાથી 10 લાખ રૂપિયાનો જીવન વીમો અને અકસ્માત વીમો સુનિશ્ચિત થશે. તેમના બાળકોને પણ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. કાપડ કામદારો માટે પણ આ જ ફોર્મ્યૂલા લાગૂ પડશે. શરણાર્થીઓને માલિકી હક આપીશું.
તેમણે કહ્યું કે, દિલ્હીમાં યુવાઓને 50,૦૦૦ સરાકારી નોકરી અને 20 લાખ સ્વરોજગાર ઉત્પન્ન કરીશું. 5 વર્ષમાં દિલ્હીની સમસ્યા દુર કરીશું. દિલ્હીની 13,000 બસોની ઇ-બસ બનાવીશું. દિલ્હીમાં આયુષ્યમાન યોજનાનો લાભ આપીશું. દિલ્હીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું 3 વર્ષમાં યમુનાને પ્રદૂષણ મુક્ત બનાવીશું અને યમુના રિવરફ્રંટનો વિકાસ થશે. દિલ્હીમાં મહાભારત કોરિડોર બનાવવામાં આવશે.
દિલ્હીના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં KGથી PG સુધી મફત શિક્ષણ.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યુવાનોને 15 હજાર રૂપિયાની નાણાકીય સહાય અને પરીક્ષા માટે 2 વખતની અરજી ફી અને મુસાફરી ખર્ચની ભરપાઈ.
ડૉ. બી.આર. આંબેડકર શિષ્યવૃત્તિ યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે દર મહિને 1000 રૂપિયા.
ઓટો-ટેક્સી ડ્રાઇવરો માટે કલ્યાણ બોર્ડ, 10 લાખ રૂપિયાનો જીવન વીમો, 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો, વાહન વીમો અને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ.
ઘરકામ કરતી મહિલાઓ માટે કલ્યાણ બોર્ડ, 10 લાખ રૂપિયાનો જીવન વીમો, 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો, વાહન વીમો અને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ અને મહિલાઓને 6 મહિનાની ચૂકવણી કરેલ પ્રસૂતિ માટે રજા.
પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાના લાભાર્થીઓની સંખ્યા બમણી કરવામાં આવશે.
ભાજપનો મેનિફેસ્ટો-1
સૌથી મોટી જાહેરાત મહિલાઓને દર મહિને 2,500 રૂપિયાની માસિક સહાય આપવાની છે.
ભાજપે 500 રૂપિયામાં LPG સિલિન્ડર પર સબસિડીનું વચન આપ્યું હતું.
વરિષ્ઠ નાગરિકો માટે 2,500 રૂપિયાનું પેન્શન જાહેર કરવામાં આવ્યું છે.