ચીનની ‘ઝીરો કોવિડ પોલિસી’ : હજારો લોકોને મેટલ બોક્સમાં કેદ કરી દેવાયા, લાખો લોકો ઘરમાં બંધ

ચીનની ‘ઝીરો કોવિડ પોલિસી’ : હજારો લોકોને મેટલ બોક્સમાં કેદ કરી દેવાયા, લાખો લોકો ઘરમાં બંધ

01/13/2022 World

SidhiKhabar

SidhiKhabar

ચીનની ‘ઝીરો કોવિડ પોલિસી’ : હજારો લોકોને મેટલ બોક્સમાં કેદ કરી દેવાયા, લાખો લોકો ઘરમાં બંધ

વર્લ્ડ ડેસ્ક: કોરોના વાયરસ સંક્રમણ ફરીથી શરૂ થવાના કારણે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે તો કેટલાક દેશોમાં લોકડાઉન કે મિની લોકડાઉન પણ લાગુ કરાઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન લોકોને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ ચીની સરકારે સંક્રમણ રોકવા માટે જે નીતિ અપનાવી છે તેનાથી સામાન્ય જનતા ત્રાસ પામી ગઈ છે.

દુનિયા આખી જેનાથી ત્રાસી ગઈ છે તે કોરોના વાયરસના જનક ચીને હવે સંક્રમણને ડામવા માટે સામાન્ય જનતા પર અત્યાચાર કરવાના શરૂ કરી દીધા છે. ચીને ઝીરો કોવિડ પોલિસી હેઠળ પોતાના નાગરિકો પર કડક નિયમો લાગુ કર્યા છે અને લાખો લોકોને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. લોકોને મેટલ બોક્સમાં રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. 

ચીનમાં મોટાપાયે આવા ક્વોરન્તટાઇન કેમ્પ બનાવવામાં આવ્યા છે જેમાં આવા હજારોની સંખ્યામાં મેટલ બોક્સ બનાવીને તૈયાર રાખ્યા છે. આ મેટલ બોક્સમાં લાકડાની પથારી અને ટોયલેટની વ્યવસ્થા છે. ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત તમામ લોકોએ બે અઠવાડિયા સુધી આ બોક્સમાં પૂરાઈ રહેવું પડે છે. પછી ભલે તેમના વિસ્તારમાં કોઈ એક જ વ્યક્તિ કોરોના પોઝીટિવ કેમ ન આવ્યો હોય! અહેવાલ અનુસાર, આ વિસ્તારના લોકોને અડધી રાત્રે જણાવી દેવામાં આવ્યું કે તેમણે ઘરો છોડીને ક્વોરન્ટાઇન કેમ્પમાં જવાનું રહેશે. 

એક રિપોર્ટ અનુસાર, લગભગ 20 મિલિયન લોકો એવા છે જેઓ પોતાના ઘરની અંદર કેદ છે અને તેમને ખાવાપીવાની ચીજવસ્તુઓ ખરીદવા પણ બહાર જવા દેવામાં આવી રહ્યા નથી. વૃદ્ધો, બાળકો કે ગર્ભવતી મહિલાઓને પણ આ નિયમોમાંથી છૂટ આપવામાં આવી નથી. આ કડક લોકડાઉન બાદ એક ગર્ભવતી મહિલાનો ગર્ભપાત થઇ ગયો હતો, ત્યારબાદ આ પોલિસી પર પ્રશ્નો ઉઠ્યા હતા.a

ચીની મીડિયાએ શેર કરેલી તસ્વીરોમાં જોવા મળે છે કે શિનજિયાંગ પ્રાંતમાં 108 એકરમાં બનાવવામાં આવેલ ક્વોરન્ટાઇન કેમ્પમસ હજારો લોકોને કેદ કરી દેવામાં આવ્યા છે. આ કેમ્પ પહેલીવાર જાન્યુઆરી 2021 માં બનાવવામાં આવ્યો હતો. 

કેમ્પમાંથી આવેલ ઘણા લોકોએ પોતાના અનુભવો જણાવતા કહ્યું કે, ઠંડા મેટલ બોક્સમાં તેમને બહુ ઓછું ભોજન મળતું હતું અને તેમને પોતાનું ઘર છોડીને અહીં ક્વોરન્ટાઈન સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. બસમાં ભરી-ભરીને બાળકો સહિત તમામને અહીં લવાયા હતા. એક વ્યક્તિએ અનુભવ જણાવતા કહ્યું કે, ‘અહીં કંઈ નથી, કોઈ ટેસ્ટ કરવા આવતું નથી. બાળકો અને વૃદ્ધોને પણ અહીં રાખવામાં આવ્યા છે અને બહાર નીકળો તો મારપીટ કરવામાં આવે છે.’

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top