World : ઈમારતમાં આગ, ઉગ્ર પ્રદર્શન... જિનપિંગની સામે લોકો રસ્તા પર આવતા સળગી ઉઠ્યું ચીન, નેતાઓન

World : ઈમારતમાં આગ, ઉગ્ર પ્રદર્શન... જિનપિંગની સામે લોકો રસ્તા પર આવતા સળગી ઉઠ્યું ચીન, નેતાઓનું રસ્તા પર આવવું મુશ્કેલ

11/28/2022 World

SidhiKhabar

SidhiKhabar

World : ઈમારતમાં આગ, ઉગ્ર પ્રદર્શન... જિનપિંગની સામે લોકો રસ્તા પર આવતા સળગી ઉઠ્યું ચીન, નેતાઓન

વર્લ્ડ ડેસ્ક : ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો કોવિડ પોલિસી સામે વિરોધ ઉગ્ર બની રહ્યો છે. બેઇજિંગ, શાંઘાઈ અને વુહાન સહિત ચીનના ઘણા શહેરોમાં લોકો લોકડાઉન ખતમ કરવાના નારા લગાવીને લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસ ટીયર ગેસ અને ગોળીઓ ચલાવી રહી છે. આ દરમિયાન, શિનજિયાંગ ક્ષેત્રની આર્થિક રાજધાની ઉરુમકીમાં એક 21 માળની ઇમારતમાં આગ લાગી છે.


આદેશને જનતાએ ફગાવી દીધો

આદેશને જનતાએ ફગાવી દીધો

ચીની સરકારની ઝીરો કોવિડ પોલિસી હેઠળ ઘરોમાં બંધ રહેવાના આદેશને જનતાએ ફગાવી દીધો છે. આ જ કારણ છે કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ના નેતાઓ માટે રસ્તા પર આવવું મુશ્કેલ બની ગયું છે. ગુસ્સે ભરાયેલા લોકો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખી રહ્યા છે. લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે શી જિનપિંગે હવે તેમનું પદ છોડી દેવું જોઈએ, તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ કારણ કે તેઓ આ પદ પર રહેવાના હકદાર નથી.


10 લોકોના મોત બાદ હંગામો શરૂ થયો હતો

10 લોકોના મોત બાદ હંગામો શરૂ થયો હતો

શાંઘાઈના પૂર્વ મહાનગરમાં શરૂ થયેલા પ્રદર્શનો બેઇજિંગમાં ફેલાયા હતા, જ્યાં સેંકડો લોકો મધ્ય શહેરમાં લિયાંગમાહે નદી પાસે એકઠા થયા હતા. ગુરુવારે શાંઘાઈના ઉરુમકીમાં લોકડાઉન દરમિયાન એપાર્ટમેન્ટમાં આગમાં માર્યા ગયેલા લોકોની યાદમાં લોકો મીણબત્તી લઈને લોકડાઉન સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. આગ લાગવાની આ ઘટનામાં 10 લોકોની મૃત્યુ થઇ હતી. આ મૃત્યુ માટે લોકોને સરકારને જવાબદાર ઠેરાવે છે. લોકો કહે છે કે જો લોકડાઉન ન હોત તો આટલા લોકોના મોત ન થયા હોત કારણ કે આટલી મોટી સંખ્યામાં લોકો બિલ્ડિંગમાં રોકાયા ન હોત.


જિનપિંગના રાજીનામાની માંગણી કરી હતી

જિનપિંગના રાજીનામાની માંગણી કરી હતી

શનિવાર અને રવિવારે શાંઘાઈમાં વિરોધીઓએ શાસક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC) અને દેશના રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજીનામાની માંગ કરી હતી. બેઇજિંગની પ્રતિષ્ઠિત સિંઘુઆ યુનિવર્સિટી અને નાનજિંગમાં કોમ્યુનિકેશન યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. ઓનલાઈન અપલોડ કરાયેલી તસવીરો અને વિડિયોમાં વિદ્યાર્થીઓ ઉરુમકી દુર્ઘટનાના પીડિતો માટે કૂચ કરી રહ્યા છે અને યુનિવર્સિટીઓમાં પ્રદર્શન કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top