IPL 2020: ભાષાવાર કોમેન્ટ્રી પેનલની જાહેરાત, ગાવસ્કર અને ભોગલે ઉપરાંત જાણીતા પૂર્વ ક્રિકેટરો આપ

IPL 2020: ભાષાવાર કોમેન્ટ્રી પેનલની જાહેરાત, ગાવસ્કર અને ભોગલે ઉપરાંત જાણીતા પૂર્વ ક્રિકેટરો આપશે કોમેન્ટ્રી

09/16/2020 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL 2020: ભાષાવાર કોમેન્ટ્રી પેનલની જાહેરાત, ગાવસ્કર અને ભોગલે ઉપરાંત જાણીતા પૂર્વ ક્રિકેટરો આપ

યુએઈ: યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં રમાનાર ઇન્ડિયન પ્રીમિયર લિગ (IPL)ની 13મી સિઝનનો રંગેચંગે પ્રારંભ થવા જઈ રહ્યો છે. IPLનું બ્રોડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવશે. લિગની તૈયારીઓ વચ્ચે IPLના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે હિન્દી અને અંગ્રેજીની કોમેન્ટ્રી ટીમનું પણ એલાન કરી દીધું છે. બંને ભાષાઓની કોમેન્ટ્રી પેનલમાં કયા કયા દિગ્ગજ ખેલાડીઓ અને ક્રિકેટ એક્સપર્ટ જગ્યા લેશે તેની યાદી સ્ટાર સ્પોર્ટ્સે જાહેર કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતમાં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ IPLના મેચોની કોમેન્ટ્રી આપવામાં આવશે. સ્ટાર સ્પોર્ટ્સે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સાથે મળીને અલગ અલગ કોમેન્ટ્રી પેનલ બનાવી છે. આ પેનલોમાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો સહિત કોમેન્ટ્રી પર સારી પક્કડ ધરાવતા એન્કરોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

 

અંગ્રેજીમાં સુનીલ ગાવસ્કર, કેવિન પીટરસન સહિતના દિગ્ગજો આપશે કોમેન્ટ્રી :

આગામી 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ચાલનારી IPLની 13મી સિઝનમાં અંગ્રેજી ભાષામાં સુનીલ ગાવસ્કર, તેમના પુત્ર રોહન ગાવસ્કર, હર્ષા ભોગલે, દીપ દાસગુપ્તા, મુરલી કાર્તિક, માર્ક નિકોલસ, કેવિન પીટરસન, ઇયાન બીશપ, કુમાર સંગાકારા, જેપી ડ્યુમિની, માઇકલ સ્લેટર, સાયમન ડોલ, ડેરેન ગંગા, પોમી બાંગવા, અંજુમ ચોપડા અને ડેની મોરિસનના અવાજ સાંભળવા મળશે.

 

હિન્દી કોમેન્ટ્રી ટીમમાં પૂર્વ ક્રિકેટર્સ ઈરફાન, આશિષ સામેલ :

જ્યારે હિન્દીમાં કોમેન્ટ્રી આપવા માટે BCCI અને સ્ટાર સ્પોર્ટ્સે કોમેન્ટ્રી પેનલમાં આકાશ ચોપડા, ઈરફાન પઠાણ, આશિષ નહેરા, નિખિલ ચોપડા, જતીન સપ્રૂ, અજીત અગરકર, સંજય બાંગર અને કિરણ મોરે જેવા પૂર્વ ક્રિકેટર્સ અને કમેન્ટેટર્સને જગ્યા ફાળવી છે. પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા સ્ટાર સ્પોર્ટ્સે કોમેન્ટ્રી ટીમનું સત્તાવાર એલાન કર્યું હતું. ઉપર્યુક્ત નામોમાંથી ઘણા ખરા હાલ યુએઈ પહોંચી ગયા છે અને ત્યાં ક્વોરન્ટાઈનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. સૌ કોમેન્ટેટર પર કોરોનાના 3-3 ટેસ્ટ કરવામાં આવશે એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ યુએઈમાં IPLની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. સાથે જ કોરોનાને લઈને કેટલાક ચુસ્ત નિયમો પણ પાળવામાં આવી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top