પંજાબ ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી તૈયાર, આટલા ધારાસભ્યોનું પત્તું કપાશે

પંજાબ ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી તૈયાર, આટલા ધારાસભ્યોનું પત્તું કપાશે

01/14/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

પંજાબ ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી તૈયાર, આટલા ધારાસભ્યોનું પત્તું કપાશે

પોલીટીક્સ ડેસ્ક: પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ કરતા પંજાબ ઉપર વધુ ધ્યાન આપી રહી છે. ગઈકાલે પંજાબ ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પાર્ટીની પહેલી ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ હતી. 


રિપોર્ટ્સ અનુસાર, પંજાબ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી છે. સૂત્રો અનુસાર, આ લિસ્ટમાં 30 ધારાસભ્યોના નામ સામેલ છે, જેમને ટિકિટ આપવામાં આવશે. જ્યારે 17 જેટલી ટિકિટ કપાય તે નક્કી થઇ ચૂક્યું છે. કોંગ્રેસ એક-બે દિવસમાં પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. 


કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી મામલે પણ ચર્ચા થઇ હતી. પંજાબમાં કોંગ્રેસે હજુ સુધી મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. સીએમ પદ માટે ચરણજીત સિંઘ ચન્ની ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નવજોત સિંઘ સિદ્ધુનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. 

કોંગ્રેસની આ બેઠક અધ્યક્ષ સોનિયા ગાંધીના અધ્યક્ષપદે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીએ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ પર ચર્ચા કરી કેટલાક નામો પર અંતિમ મહોર લગાવાઈ હતી. જોકે, કેટલીક ટિકિટ કપાય તેવી ચર્ચા પણ શરૂ થઇ ગઈ છે. જેના કારણે આવનારા દિવસોમાં પાર્ટીમાં ફરી બગાવતના સૂર ઉપડે તો નવાઈ નહીં. 


14 ફેબ્રુઆરીએ ચૂંટણી, દસમી માર્ચે પરિણામ

ચૂંટણી પંચે પંજાબ ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એમ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું એલાન કર્યું છે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં, મણિપુરમાં બે તબક્કામાં જ્યારે બાકીના ત્રણ રાજ્યોમાં એક તબક્કામાં ચૂંટણી થશે. 

પંજાબમાં કુલ 117 વિધાનસભા બેઠકો ઉપર એક તબક્કામાં 14 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. તમામ રાજ્યોના પરિણામો એકસાથે 10 મી માર્ચે જાહેર કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top