"આ લોકશાહીની હત્યા છે, મારી પાસે વિડીયો છે" ચુંટણી પેહલા જ રાજકારણમાં ગરમાવો! વિડીયો શેર કરી લગ

"આ લોકશાહીની હત્યા છે, મારી પાસે વિડીયો છે" ચુંટણી પેહલા જ રાજકારણમાં ગરમાવો! વિડીયો શેર કરી લગાવ્યા ગંભીર આક્ષેપ, જુઓ વિડીયો

09/13/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

કલોલ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હોવાનો શક્તિસિંહ ગોહિલે આક્ષેપ લગાવ્યો છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે કલોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી પોલીસ હેરાન પરેશાન કરી રહી છે. કોંગ્રેસ પાસે 15 અને ભાજપ પાસે 11 સભ્યો હોવાથી પોલીસ દ્વારા કોંગ્રેસના સભ્યોને હેરાન કરવામાં આવી રહ્યા છે.


વીડિયો શેર કરી લગાવ્યા ગંભીર આક્ષેપ

કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ હોવાનો આક્ષેપ કરીને શક્તિસિંહ ગોહિલે વીડિયો પણ શેર કર્યો છે. તેઓએ 'X' (અગાઉ ટ્વિટર) પર વીડિયો શેર કરીને લખ્યું છે કે, કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવીને લઈ જઈ રહી છે, કારણ કે બહુમતી કોંગ્રેસ પાસે છે. આજે મતદાન છે. જુઓ વીડિયો.



રાષ્ટ્રપતિને આવેદન આપવાની ઉચ્ચારી ચીમકી

વધુમાં તેઓએ લખ્યું છે કે, તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોવાથી પોલીસ ગઈકાલ રાતથી કોંગ્રેસ સભ્યોને હેરાન કરી રહી છે. ભૂપેન્દ્ર પટેલજી જો આવી કનડગત બંધ નહીં થાય તો આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિજીને આવેદન પત્ર આપીશું. કલોલના સભ્યો હોય કે સિહોરના તેમને પોલીસ કેમ હેરાન કરી રહી છે?


આ લોકશાહીની હત્યા છેઃ શક્તિસિંહ ગોહિલ

આ લોકશાહીની હત્યા છેઃ શક્તિસિંહ ગોહિલ

તો મીડિયા સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ લોકશાહીને ખતમ કરવાની પ્રક્રિયા થાય છે. કલોલમાં અમારી બહુમતી છે. કોંગ્રેસના 3 સભ્યોને ઉપાડી ગયા છે આ લોકશાહીની હત્યા છે. મારી પાસે વીડિયો છે, હું સુપ્રીમ કોર્ટ સુધી લડીશ. જે અધિકારીઓ ચાપલૂસી કરે છે તેમને સમજી જવું જોઈએ. અમે રાષ્ટ્રપતિની ગરીમા જાળવીએ છીએ.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top