ક્રિકેટર દીપક ચાહરના પિતાને બ્રેન સ્ટ્રોક, હાલત ગંભીર

ક્રિકેટર દીપક ચાહરના પિતાને બ્રેન સ્ટ્રોક, હાલત ગંભીર

12/05/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

ક્રિકેટર દીપક ચાહરના પિતાને બ્રેન સ્ટ્રોક, હાલત ગંભીર

ક્રિકેટર દીપક ચાહરના પિતા લોકેન્દ્ર ચાહરને બ્રેન સ્ટ્રોક આવવાના કારણે હાલત ગંભીર છે. અલીગઢની એક ખાનગી હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પિતાની તબિયત ખરાબ હોવાની જાણકારી મળતા જ દીપક ચાહર પર T20 સીરિઝ છોડીને જઈ ચૂક્યો છે. ભારતીય ક્રિકેટર દીપક ચાહરના પિતા લોકેન્દ્ર ચાહરની સારવાર રામઘાટ રોડ સ્થિત મિથરાજ હૉસ્પિટલમાં ચાલી રહી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, તેને મસ્તિષ્ક આઘાત થયો છે. તે ગત દિવસોમાં જ લગ્ન સમારોહમાં સામેલ થયો હતો.


એક લગ્ન સમારોહ દરમિયાન બગડી તબિયત

એક લગ્ન સમારોહ દરમિયાન બગડી તબિયત

પરિવારજન દેશરાજ ચાહરે જણાવ્યું કે, તેમના ભાઈ લોકેન્દ્રની તબિયત એક લગ્ન સમારોહમાં સામેલ થવા દરમિયાન બગડી હતી. પિતાની તબિયત ખરાબ થવા પર દીપક ચાહર મેચ છોડીને ફ્લાઇટ થકી બેંગ્લોરથી દિલ્હી આવ્યો. પછી રોડ માર્ગે અલીગઢ પહોંચ્યો. તે પિતાની સેવા કરી રહ્યો છે. હૉસ્પિટલના ચેરમેન ડૉ. રાજેન્દ્ર વાર્ષ્ણૈયએ જણાવ્યું કે, ભરતીય ક્રિકેટર્ન પિતાને યોગ્ય સમય પર સારવાર મળી ગઈ છે. તેના સ્વાસ્થ્યમાં સામાન્ય સુધાર થયો છે. તેને ડૉક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો છે. તેઓ ડાયાબિટીસ અને હાઇપર ટેન્શનના દર્દી છે. તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો. પેશાબમાં સંક્રમણ છે. તાત્કાલિક ICUમાં લાવીને સારવાર કરાવવામાં આવી છે. થોડો સુધાર થયો છે, પરંતુ સ્થિતિ અત્યારે ચિંતાજનક છે. તેઓ પોતે તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે, જરૂરિયાત પડી તો રેફર પણ કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top