જાણો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેટલા અમીર છે?
Devendra Fadnavis Net Worth: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે દક્ષિણ પશ્ચિમ નાગપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી હતી. નોમિનેશન વખતે તેમણે આપેલી એફિડેવિટ મુજબ દેવેન્દ્ર ફડણવીસ પાસે માત્ર 23500 રૂપિયા રોકડા છે. તેમની કુલ સંપત્તિ 5.25 કરોડ રૂપિયાની છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંપત્તિમાં 23 ટકાનો વધારો થયો છે. આ વધારો જમીનના ભાવમાં વધારાના કારણે થયો છે. જો કે તેમની પાસે માત્ર 23500 રૂપિયા રોકડા છે. પત્નીની સંપત્તિ સહિત આ આંકડો 13 કરોડ 27 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. ખાસ વાત એ છે કે દેવેન્દ્ર ફડણવીસે પત્ની અમૃતા પાસેથી 62 લાખ રૂપિયા ઉછીના લેવા પડ્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસ પાસે 5.25 કરોડની ચલ અને અચલ સંપત્તિ છે. નાગપુરથી છઠ્ઠી વખત ચૂંટણી લડી રહેલા ફડણવીસ પાસે 2019માં 45 લાખ 96 હજાર 634 રૂપિયાની ચલ અને 3 કરોડ 76 લાખ 29 હજાર રૂપિયાની અટલ સંપત્તિ હતી. કુલ સંપત્તિ 4 કરોડ 24 લાખ 23 હજાર 434 રૂપિયાની હતી. આ પ્રોપર્ટીમાં 5 વર્ષમાં 1 કરોડ 80 હજાર 233 રૂપિયાનો વધારો થયો છે.
અમૃતા ફડણવીસ પાસે 2019માં 4 કરોડ 38 લાખ 97 હજાર 741 રૂપિયાની સંપત્તિ હતી. હવે તે 7 કરોડ 92 લાખ 21 હજાર થઈ ગઈ છે. તેમના નામે 6 કરોડ 96 લાખ 92 હજાર રૂપિયાની ચલ અને 95 લાખ 29 હજાર રૂપિયાની અચલ સંપત્તિ છે. દેવેન્દ્ર ફડણવીસે કૃષિ અને સમાજ સેવાના પોતાના વ્યવસાયનો ઉલ્લેખ કર્યો છે. એફિડેવિટમાં ઉલ્લેખ છે કે ફડણવીસે અમૃતા પાસેથી 62 લાખ રૂપિયાની લોન લીધી છે. દેવેન્દ્ર ફડણવીસ પર એક પણ કેસમાં FIR નોંધાયેલ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp