DGPને બળાત્કારના કેસમાં ખોટી

નિવૃત્ત આઇપીએસ અધિકારીને ફસાવવાનો કારસો ઘડી કરોડોની ખંડની માંગનાર બીજેપી નેતા, બે પત્રકારો સહિત પાંચની એટીએસ દ્વારા ધરપકડ

02/14/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

DGPને બળાત્કારના કેસમાં ખોટી

ગુજરાત ATSએ ગુજરાતના ભૂતપૂર્વ DGPને બળાત્કારના કેસમાં ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના ઊંડા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. આ ષડયંત્રનો મુખ્ય આર્કિટેક્ટ ભાજપના સ્થાનિક એકમનો નેતા છે અને બે પત્રકારો પણ તેને સાથ આપી રહ્યા હતા. બધાએ મળીને ભૂતપૂર્વ ડીજીપી પાસેથી રૂ. 8 કરોડની ઉચાપત કરવાનું કાવતરું ઘડ્યું હતું. હાલ એટીએસે પાંચ લોકોની ધરપકડ કરી છે. એટીએસના એસપી સુનીલ જોશીએ જણાવ્યું કે સૌ પ્રથમ જે મહિલાનું નામ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું તેની પૂછપરછ કરવામાં આવી. એક એફિડેવિટ થોડા દિવસોથી એક મીડિયા ગ્રુપમાં ફરતી કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે આ કેસની તપાસ ગાંધી નગર પોલીસને સોંપવામાં આવી છે. આમાં વધુ ખુલાસા થયા છે.


એસપી સુનીલ જોશીએ જણાવ્યું કે જે મહિલા પાસેથી આ એફિડેવિટ કરવામાં આવી છે. તેણે પહેલી જ પૂછપરછમાં એક નેતાનું નામ લીધું અને કહ્યું કે આમાં અન્ય લોકો પણ સામેલ છે. મામલાની ગંભીરતા જોઈને સરકારે તેની તપાસ ગુજરાત એટીએસને સોંપી હતી. ગુજરાત ATSએ પીડિત મહિલા પાસેથી તાર ખોલવાનું શરૂ કર્યું અને એક પછી એક વાર્તા બહાર આવતી રહી. જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું કે શું ખરેખર તેના પર બળાત્કાર થયો છે? પોલીસ તપાસમાં તેણે બી.કે.પ્રજાપતિનું નામ લીધું હતું. પ્રજાપતિ ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના નેતા છે. આ પછી એટીએસ દ્વારા જ્યારે પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યો ત્યારે એક પછી એક કડીઓ ખુલવા લાગી. પ્રજાપતિની સાથે બીજું નામ પણ આવ્યું, તે હરેશ જાધવનું. હરેશની પુછપરછ કરવામાં આવી ત્યારે બે પત્રકારોના નામ સામે આવ્યા હતા.


ગુજરાતના અગ્રણી અખબાર સંદેશે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે જે મુજબ આ પાંચેય આરોપીઓએ આઇપીએસને ફસાવી તોડ કરવાનું નક્કી કર્યુ હતું. એક નિવૃત્ત અને બે હાલમાં કાર્યરત બે આઇપીએસને ટાર્ગેટ કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આ તોડબાજ પત્રકારોને 5-5 લાખ રૂપિયા લીધા હોવાનું જાણવા મળે છે. મહિલાને થોડા દિવસો અગાઉ જ ઇસ્માઇલ નામના શખ્સ સાથે ઓળખ થઇ હતી. એક દિવસ ઇસ્માઇલ મહિલાને ચાંદખેડાના એક બંગ્લોઝ બંગલા નંબર 13 અને 14 મા લઇ ગયો હતો. બંગલામાં પહેલાથી 45 વર્ષનો આધેડ હાજર હતો. આ આધેડની ઓળખ 45 અમદાવાદના પોલીસ અધિકારી તરીકે કરવામાં આવી હતી. પીડિતાએ તેના ભાઇને એક કેસમાં ફસાવ્યો હોવાનું કહ્યું હતું. આધેડે તેના ભાઇને છોડાવી દેશે એમ કહી મહિલા સાથે શરીરસુખ માણ્યું હતું. આ સમગ્ર કાંડ બાદ મહિલાનો ભેટો ભાજપના ઓૂબીસી નેતા પ્રજાપતિ સાથે થયો. પહેલા તો પ્રજાપતિએ ફરિયાદમાં અધિકારીનું નામ ન લખાવાનું સમજાવી આપણે લોકોની સલાહ લઇને આગળ વધીશું એવું વિશ્વાસ અપાવ્યો હતો.


પ્રજાપતિએ ત્યારબાદ મહિલાની ઓળખ સુરતના હરેશ જાદવ સાથે કરાવી હતી અને અમદાવાદના એક ઉચ્ચ પોલીસ અધિકારીને ફસાવીને રૂ. 8 કરોડનો તોડ કરવાનું ત્રણેયે અંદરોઅંદર નક્કી કરી લીધું હતું. બાદમાં આ ત્રણેયે ગાંધીનગરના પત્રકાર આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીનો સંપર્ક કરીને મહિલા પીડિતા સાથે લવ જેહાદનો કિસ્સો બન્યો છે. આ કેસમાં એક મોટો અધિકારી છે અને તેને દબાણમાં લાવીને મોટી રકમ પડાવી લેવાની ચર્ચા કરી હતી. આરોપીઓએ મહિલાના નામે સોગંદનામું બનાવડાવી લીધું અને એક મોટા અધિકારીનો ફોટો દેખાડ્યો હતો પરંતુ મહિલાએ કહ્યું કે આ અધિકારીએ તેની સાથે કશું ખોટું કર્યુ નથી. આરોપીઓએ મહિલાના જાણબહાર જ એફિડેવિટમાં ખોટો નવા ફકરા ઉમેરીને 1 ફેબ્રુ, ના રોજ ફરીશી સહી કરાવી હતી

 

અધિકારીએ કહ્યું કે બે પત્રકારોને ઉમેરવામાં આવ્યા જેથી તેઓ અખબાર અને પોર્ટલ પર સમાચાર ચલાવીને દબાણ બનાવી શકે. તેના બદલામાં પત્રકારોને પાંચ લાખ રૂપિયા મળવાના હતા. આ બંને પત્રકારો સ્થાનિક સમાચાર એજન્સી ચલાવવાનો દાવો કરે છે. કાવતરાના ભાગરૂપે ડીજીપીનો સંપર્ક કરીને મામલો થાળે પાડવાનો હતો અને સામે આઠ કરોડ રૂપિયાની ખંડણી વસૂલવાની હતી. જ્યારે સમગ્ર વાસ્તવિકતા સામે આવી ત્યારે પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ ગાંધીનગર પોલીસને સોંપી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top