દિનેશ કાર્તિકે ફટકાર્યો IPL 2024નો સૌથી લાંબો સિક્સ, જુઓ વીડિયો

દિનેશ કાર્તિકે ફટકાર્યો IPL 2024નો સૌથી લાંબો સિક્સ, જુઓ વીડિયો

04/16/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

દિનેશ કાર્તિકે ફટકાર્યો IPL 2024નો સૌથી લાંબો સિક્સ, જુઓ વીડિયો

IPL 2024ની 30મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઇ હતી. આ મેચમાં IPL ઈતિહાસના ઘણા જૂના રેકોર્ડ તૂટ્યા. આ સાથે જ આ સીઝનનો સૌથી લાંબો સિક્સ લગાવવાનો રેકોર્ડ પણ માત્ર બે કલાકમાં જ તૂટી ગયો હતો. મેચમાં દિનેશ કાર્તિકની વિસ્ફોટક ઇનિંગ જોવા મળી હતી. તેણે માત્ર 35 બોલમાં 83 રન બનાવ્યા હતા, જેમાં તેણે 7 સિક્સ લગાવ્યા હતા. તેમાંથી એક સિક્સ આ સીઝનનો સૌથી લાંબો સિક્સ તરીકે નોંધાઈ ગયો છે.


કાર્તિકે 108 મીટર લાંબો સિક્સ માર્યો

કાર્તિકે 108 મીટર લાંબો સિક્સ માર્યો

બેંગ્લારની ઇનિંગ દરમિયાન 16મી ઓવરમાં ટી. નટરાજન ફેકવા આવ્યો હતો. દિનેશ કાર્તિકે  એક બોલને ડીપ ફાઇન લેગ બાઉન્ડ્રી તરફ  માર્યો હતો. આ છગ્ગો 108 મીટર લાંબો હતો. આ સિક્સ IPL 2024નો સૌથી લાંબો સિક્સ પણ બની ગયો છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ દરમિયાન હેનરિક ક્લાસેનની બેટથી 106 મીટર લાંબો સિક્સ પણ જોવા મળ્યો હતો, જે IPL 2024નો સંયુક્ત રૂપે સૌથી લાંબો છગ્ગો હતો. જો કે કાર્તિકે 2 જ કલાકમાં આ રેકોર્ડ જ તોડી નાખ્યો હતો. દિનેશ કાર્તિક આ સીઝનમાં સૌથી લાંબો સિક્સ ફટકારનાર ખેલાડી બની ગયો છે. દિનેશ કાર્તિકે આ મેચમાં માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી ન શક્યો.


કાર્તિકે 6 ઇનિંગમાં 226 રન બનાવ્યા

કાર્તિકે 6 ઇનિંગમાં 226 રન બનાવ્યા

IPL 2024માં દિનેશ કાર્તિકનું અત્યાર સુધી શાનદાર ફોર્મ જોવા મળ્યું છે, જેમાં તે સતત પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. SRH  સામેની મેચમાં રમાયેલી તેની ઇનિંગ્સના આધારે કાર્તિક આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં 10માં નંબરે પહોંચી ગયો છે. કાર્તિકે અત્યાર સુધી 6 ઇનિંગમાં 75.33ની એવરેજથી 226 રન બનાવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top