ટ્રુડોના આરોપો પાછળ ઘરેલુ રાજકારણ જવાબદાર, પન્નુને માત્ર બે... જાણો

ટ્રુડોના આરોપો પાછળ ઘરેલુ રાજકારણ જવાબદાર, પન્નુને માત્ર બે... જાણો

09/25/2023 World

SidhiKhabar

SidhiKhabar

ટ્રુડોના આરોપો પાછળ ઘરેલુ રાજકારણ જવાબદાર, પન્નુને માત્ર બે... જાણો

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યાનો આરોપ ભારતીય એજન્ટ્સ પર લગાવીને વિવાદ સર્જ્યો છે. પરંતુ આ નિવેદન પછી ટ્રુડો હવે ઘરઆંગણે જ ઘેરાઈ રહ્યા છે. સ્થાનિક પંજાબીઓનું માનવું છે કે ટ્રુડોના આરોપો પાછળ ઘરેલુ રાજકારણ જવાબદાર છે. ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુને માત્ર બે ટકા શીખોનું સમર્થન છે. બીજીબાજુ ભારતીય મૂળના પૂર્વ કેનેડિયન મંત્રી ઉજ્જવલ દોસાંજનો દાવો છે કે ખાલિસ્તાની આંદોલન કેનેડા પુરતું મર્યાદિત થઈને રહી જશે.

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે જસ્ટિન ટ્રુડોએ લગાવેલા આરોપો ભારતે ફગાવી દીધા છે ત્યારે કેનેડાના પત્રકારો અને નિષ્ણાતોનું માનવું છે કે ટ્રુડોના આરોપો શંકાસ્પદ છે અને તેની પાછળ ઘરેલુ રાજકારણ વધુ જવાબદાર છે. કેનેડામાં ખાલિસ્તાની આંદોલન મુદ્દે પત્રકારો અને નિષ્ણાતોનું કહેવું છે કે આ આંદોલનના તાર ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો  સુધી જોડાયેલા છે. હવે તેનો ઉપયોગ ઘરેલુ રાજકીય એજન્ડા માટે કરાઈ રહ્યો છે.


રાજકીય મજબૂરીમાં આ પગલું...

રાજકીય મજબૂરીમાં આ પગલું...

વધુમાં રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ગુરપતવંતસિંહ પન્નુ અને ખાલિસ્તાની સમર્થકોને કેનેડામાં માત્ર ૧-૨ ટકા શીખોનું સમર્થન છે. પત્રકાર જયદીપ સિંહે કહ્યું કે, આ ઐતિહાસિક સંદર્ભનો ઉપયોગ રાજકીય મુદ્દો ઉઠાવવા માટે કરાઈ રહ્યો છે. અન્ય એક પત્રકાર વિક્રમચૌધરીએ પણ કહ્યું કે ટ્રુડોએ રાજકીય મજબૂરીમાં આ પગલું ઉઠાવ્યું છે.

દરમિયાન ભારતીય મૂળના કેનેડિયન મંત્રી ઉજ્જવલ દોસાંજે કહ્યું કે, ટ્રુડો સરકારે મિત્ર દેશના ટુકડા કરવાનું આહ્વાન કરનારા શીખ કટ્ટરવાદી તત્વો સામે કાર્યવાહી નહીં કરતાં ભારત અને કેનેડા વચ્ચે વિશ્વાસ ઘટયો છે. ઉજ્જવલ દોસાંજ બ્રિટિશ કોલંબિયાના પ્રમુખ હતા. તેઓ ૨૦૦૪-૧૧ સુધી લિબરલ પાર્ટીના સાંસદ પણ હતા. તેમણે ૨૦૦૪-૦૬ સુધી કેનેડાના સ્વાસ્થ્ય મંત્રી તરીકે કામ કર્યું હતું.

દોસાંજ કટ્ટરવાદી શીખો વિરુદ્ધ બોલવા માટે જાણિતા છે. તેમણે કહ્યું કે, કેનેડા અને ભારત વચ્ચે હવે વિશ્વાસનો અભાવ જોવા મળે છે. કેનેડામાં ચાલતું ખાલિસ્તાની આંદોલન ભારત સુધી ફેલાવા અંગે તેમણે આશંકા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે ખાલિસ્તાન આંદોલન માત્ર કેનેડા પુરતું સિમિત રહી જશે. ભારત અથવા પંજાબમાં હવે ખાલિસ્તાન આંદોલન જોવા નથી મળતું. તે મોટાભાગે વિદેશમાં જ દેખાય છે.


શીખ ગુરુદ્વારાઓમાં બનેલા સભ્યોના બળે જ પોતાનું...

શીખ ગુરુદ્વારાઓમાં બનેલા સભ્યોના બળે જ પોતાનું...

કેનેડામાં શીખ મોટો ધાર્મિક સમુદાય નહીં હોવા છતાં સ્થાનિક રાજકારણમાં તેનું પ્રભુત્વ જોવા મળે છે. આ અંગે દોસંજનું કહેવું છે કે રાજકારણમાં તેમનું કેટલું પ્રભુત્વ છે તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી પરંતુ જસ્ટિન ટ્રુડો પર નિશ્ચિતરૂપે તેમનો પ્રભાવ છે. તેમણે શીખ ગુરુદ્વારાઓમાં બનેલા સભ્યોના બળે જ પોતાનું નેતૃત્વ હાંસલ કર્યું છે.

નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી મુદ્દે દોસાંજે કહ્યું હતું કે, ટ્રુડો હજુ સુધી ભારત વિરુદ્ધ પુરાવા આપી શક્યા નથી, પરંતુ જો ભારતે આવું કર્યું હોય તો તે ખોટું છે. તમે તમારી સરહદો ઓળંગીને બીજા દેશમાં કોઈની હત્યા કરાવી શકો નહીં. જોકે, આ અંગે સત્તાવાર રીતે સરકાર કોઈ પુરાવા રજૂ કરી શકે છે કે કેમ તે જોવાનું રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top