Video: અમદાવાદમાં વધુ એક છાકટા ડ્રાઈવરે આતંક મચાવ્યો, અકસ્માત બાદ ચપ્પુ...
Ahmedabad Drink And Drive Case: અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી છાકટા ડ્રાઈવરોનો આતંક વધતો જઈ રહ્યો છે. શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇ કાલે મોડી રાત્રે અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ નજીક એક છાકટા કારચાલકે 4-5 વાહનોને અડફેટે લઇ લીધા હતા. ત્યારબાદ કાર રોકાઈ જતા લોકો તેને ઘેરી લીધો હતો અકસ્માતને કારણે લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.
અકસ્માત બાદ કારચાલકે તો હદ વટાવી દીધી અને ચપ્પું બતાવીને લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકોના મારથી બચવા માટે કાર ચાલકે લોકો પર ચપ્પુ અને પથ્થરના ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોષે ભરાયેલા લોકોએ કારચાલકને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી. આ દરમિયાન કારચાલકે પોલીસને પણ ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં પોલીસે કારચાલકને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ છાકટા કારચાલક વિરૂદ્ધ મારામારી અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp