પાકિસ્તાનમાં થયેલા આતંકી હુમલામાં ચીની એન્જિનિયરો અને પાકિસ્તાની સૈનિકો સહિત ૮ ના મોત

પાકિસ્તાનમાં થયેલા આતંકી હુમલામાં ચીની એન્જિનિયરો અને પાકિસ્તાની સૈનિકો સહિત ૮ ના મોત

07/14/2021 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનમાં થયેલા આતંકી હુમલામાં ચીની એન્જિનિયરો અને પાકિસ્તાની સૈનિકો સહિત ૮ ના મોત

ઇસ્લામાબાદ: આતંકવાદ (Terrorism) ફેલાવવા માટે દુનિયાભરમાં કુખ્યાત બનેલા પડોશી દેશ પાકિસ્તાનમાં (Pakistan) જ આતંકવાદી હુમલો (Terrorist Attack) થયો છે. જ્યાં ચીની એન્જિનિયરો અને પાકિસ્તાની સૈનિકોને લઇ જતી એક બસમાં આઈઇડી વિસ્ફોટ (IED Blast) થયો હતો જેમાં ૪ ચીની એન્જિનિયર સહિત ૧૦ લોકોના મોત થયા છે તેમજ લગભગ ૪૦ લોકોને ઈજા પહોંચી છે.

મીડિયા અહેવાલો અનુસાર, બસ દસૂ બંધ પર કામ કરી રહેલા ચીની એન્જિનિયરોને લઈને જઈ રહી હતી. બસમાં ૩૦ જેટલા એન્જિનિયરો અને કર્મચારીઓ સવાર હતા. તેમજ બસની સુરક્ષા પાકિસ્તાની સૈન્ય કરી રહ્યું હતું. બસ જઈ રહી હતી ત્યારે રસ્તામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં અત્યાર સુધી ૮ લોકોના મોત થયાના સમાચાર મળ્યા છે. અનેક ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આઈઈડી રોડ ઉપર રાખવામાં આવ્યો હતો કે બસમાં જ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. સ્થાનિક તંત્રના ડેપ્યુટી કમિશનરે મીડિયાને જણાવ્યું કે ઈજા પામેલા લોકોને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેમજ મામલાની તપાસ ચાલી રહી છે.

એક અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે બસ નાળામાં પડી ગઈ અને ભારે નુકસાન પહોંચ્યું હતું. વિસ્ફોટ બાદ એક ચીની નાગરિક અને એક પાકિસ્તાની સૈનિક ગુમ છે. તેમણે કહ્યું કે હુમલામાં છ ચીની નાગરિકો, એક અર્ધસૈનિક બળનો જવાન અને એક સ્થાનિક માર્યા ગયા છે જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

શું છે દ્સૂ જલવિદ્યુત પરિયોજના?

દસૂ જલવિદ્યુત પરિયોજના ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનો ભાગ છે, જે બેઇજીંગની બેલ્ટ એન્ડ રોડ પહેલ હેઠળ ૬૫ અબજ ડોલરની નિવેશ યોજના છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પશ્ચિમી ચીનને દક્ષિણ પાકિસ્તાનમાં ગ્વાદર સમુદ્રી બંદરગાહ સાથે જોડવાનો છે. ચીની એન્જિનિયરો પાકિસ્તાની કન્સ્ટ્રકશન મજૂરો સાથે આ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વર્ષોથી આ યોજના ઉપર કામ કરી રહ્યા છે. આ જ પ્રોજેક્ટ સાઈટ પર બસ જતી હતી, ત્યારે હુમલો થયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top