કંઇ નથી મળતું! રાહુલ ગાંધીના દાવા પર શું બોલ્યા અગ્નિવીર અક્ષય ગવાટેના પિતા?

કંઇ નથી મળતું! રાહુલ ગાંધીના દાવા પર શું બોલ્યા અગ્નિવીર અક્ષય ગવાટેના પિતા?

07/03/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કંઇ નથી મળતું! રાહુલ ગાંધીના દાવા પર શું બોલ્યા અગ્નિવીર અક્ષય ગવાટેના પિતા?

લોકસભામાં સ્પીચ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગ્નિવીરનો મામલો ઉઠાવ્યો અને અહી સુધી કહ્યું કે, જો INDIA ગઠબંધનની સરકાર આવી તો તેને તેઓ ખતમ કરી દેશે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, અગ્નિવીરમાં એટલી મોટી ખામીઓ છે કે જો કોઈ શહીદ થઈ જાય, તો તેના પરિવારને એક પણ પૈસો મળતો નથી. શહીદ અગ્નિવીર અક્ષય ગવાટેના પિતાએ તેનો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, તેમને અત્યાર સુધી સરકાર તરફથી કેટલી મદદ મળી છે.


રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના પર સવાલ ઉઠાવ્યા

રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજના પર સવાલ ઉઠાવ્યા

રાહુલ ગાંધીએ સેનામાં ભરતી યોજના અગ્નિવીર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેમાં સામેલ કોઈ યુવા જો શહીદ થઈ જાય છે તો તેને શહીદનો દરજ્જો આપવામાં આવતો નથી. એટલું જ નહીં, શહીદ થયેલા અગ્નિવીરના પરિવારને વળતર પણ આપવામાં આવતું નથી. ત્યારે સંસદમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમને ટોક્યા અને જવાબ આપ્યો. રાજનાથ સિંહે કહ્યું કે, શહીદ અગ્નિવીરના પરિવારને સરકાર તરફથી મદદ આપવામાં આવે છે, રાહુલનું નિવેદન અસત્ય છે.


અત્યાર સુધી 1 કરોડ 10 લાખનું વળતર

અત્યાર સુધી 1 કરોડ 10 લાખનું વળતર

હવે શહીદ થયેલા અગ્નિવીર અક્ષય ગવાટેના પિતાએ પણ રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રના બુલઢાણાના રહેવાસી અગ્નિવીર અક્ષય ગવાટેના પિતાએ જણાવ્યું કે, તેમને સરકાર પાસે અત્યાર સુધી 1 કરોડ 10 લાખ રૂપિયાનું વળતર મળી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, પહેલા 48 લાખ રૂપિયા મળ્યા અને પછી 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા. મહારાષ્ટ્ર સરકાર તરફથી 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા. અક્ષય ગવાટે દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત હતા, પરંતુ ગયા વર્ષે ઓક્ટોબરમાં સિયાચીનમાં તૈનાત 20 વર્ષીય અક્ષય હાર્ટ એટેકના કારણે બીમાર થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું નિધન થઈ ગયું હતું.


કેટલી મળે છે સહાયતા રકમ:

કેટલી મળે છે સહાયતા રકમ:

સેનાની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, અગ્નિવીરનું ડ્યૂટી દરમિયાન મોત થાય છે તો તેને 48 લાખ રૂપિયા વીમાના મળે છે. એ સિવાય સરકાર તરફથી 44 લાખ રૂપિયા અનુગ્રહ રાશિ આપવામાં આવે છે. પરિવારને 4 વર્ષ સુધી આખો પગાર અને સેવા નિધિ સાથે સેવા નિધિ કોષમાં જમા રકમ આપવામાં આવે છે. તેમાં જે પૈસા સરકાર આપે છે એ પણ પરિવારને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો અગ્નિવીરનું મોત ડ્યૂટી દરમિયાન થતું નથી તો પરિવારને 48 લાખનું વીમા કવર અને સેવા નિધિ કોષમાં જમા રકમ અને સરકારનું યોગદાન મળે છે. તો વિકલાંગ થવાની સ્થિતિમાં અગ્નિવીરને વિકલાંગતા સ્તર (100 ટકા, 75 ટકા અને 50 ટકા)ના આધાર પર 44 લાખ, 25 લાખ કે 15 લાખ રૂપિયાની અનુગ્રહ રકમ, 4 વર્ષ સુધી આખો પગાર અને સેવા નિધિ અને સેવા નિધિ કોષમાં જમા રકમ અને સરકારનું યોગદાન મળે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top